અમદાવાદઃ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું રે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કોરના (Covid-19) રસીના એક કરોડ કરતાં પણ વધારે ડોઝ ઉપલબ્ધ છે અને આગામી ત્રણ દિવસમાં 57,70,000 વધુ રસીના ડોઝ મળશે. મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો(UT) 16,16,86,140 કોરોના રસીના ડોઝ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવ્યા છે. તેમાંથી ખરાબ થનાર રસીના ડોઝ સહિત કુલ 15,10,77,933 રસીના ડોઝનો વપરાશ થયો છે.


કેન્દ્રિય આરોગ્ય વિભાગે રસીના જાહેર કરેલા આંકડા મુજબ, રાજ્ય પાસે અત્યારે 4,62,988 વેક્સિનેશનના ડોઝ બાકી છે. 3 લાખ ડોઝ હજુ કેન્દ્ર સરકાર તરફથી મળશે. કેન્દ્રએ  અત્યાર સુધીમાં 1 કરોડ 29 લાખ 69 હજાર 330 ડોઝ મોકલ્યા છે. રાજ્યમાં 3.61 ટકા વેક્સિન ડોઝ વેસ્ટ થયા છે. એટલે કે સાડા ચાર લાખથી વધારે ડોઝનો બગાડ થયો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કોરોના રસીના 1,06,19,892 ડોઝ હાલમાં ઉપલબ્ધ છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં વધુ 57 લાખ ડોઝ કેન્દ્ર સરકાર આપશે.


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 73 લાખ 76 હજાર 524

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878

  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149

  • કુલ મોત - 2 લાખ 04 હજાર 832


દેશમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસ


28 એપ્રિલઃ 3,60,960


27 એપ્રિલઃ 3,23,144


26 એપ્રિલઃ 3,53,991


25 એપ્રિલઃ 3,49,691


24 એપ્રિલઃ 3,46,786


23 એપ્રિલઃ 3,32,730


22 એપ્રિલઃ 3,14,835


Coronavirus Cases India:  ભારતમાં સતત બીજા દિવસે 3200થી વધુના મોત, એક જ દિવસમાં 3.79 લાખ નવા કેસ


Ashok Gehlot Tests Positive:  દેશના વધુ એક મુખ્યમંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, પત્ની પણ છે સંક્રમિત


Rajkot Corona Cases: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 24 કલાકમાં કોરોનાની સારવાર લેતાં 66 દર્દીએ તોડ્યો દમ, મોતનો અંતિમ નિર્ણય કરશે ડેથ ઓડિટ કમિટી


Surat Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરની સિવિલ હોસ્પિટલના ગેટ પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા