અમદાવાદ: એશિયાની સૌથી વધુ વિશ્વસનીય, સમયબધ્ધ અને સૌથીવધુ ઝડપે વૃધ્ધિ પામતી એરલાઈન ગો એરને તેનાં ડિજિટલ માર્કેટીંગ પગલાંઓ માટે વૈશ્વિક માન્યતા મળી છે. તાજેતરમાં સંપન્ન થયેલી એસઈએસી કસ્ટમર એન્ગેજમેન્ટ ફોરમ એન્ડ એવોર્ડઝ 2019માં 264 દેશોની એન્ટ્રીઓમાંથી ગો એરની ઝુંબેશને એવોર્ડઝ પ્રદાન થયા હતાં. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ઝુંબેશો, ક્રિયેટીવ્સ, પ્રવૃત્તિઓ અને માર્કેટીંગ પગલાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતાં.
2 ગોલ્ડ સહિત કુલ 4 એવોર્ડઝ મળ્યા
ગો એરને ડિજિટલ માર્કેટીંગ, ડેટા ડ્રાઈવન માર્કેટીંગ અને કેપેબીલીટી એવોર્ડઝ એમ ત્રણ મુખ્ય કેટેગરીઓમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ એવોર્ડઝ પ્રદાન થયા હતાં. ગો એરનાં વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ માર્કેટીંગ એન્ડ ઈ કોમર્સ સુશ્રીશબનમ સૈયદે આ એવોર્ડઝ સ્વીકાર્યા હતા.
દર વર્ષે 16 મિલિયન મુસાફરોને ભરાવે છે ઉડાન
આ પ્રસંગે શબનમ સૈયદે જણાવ્યું હતું કે, ગો એર દર વર્ષે 16 મિલિયન ( 1 કરોડ 60 લાખ) મુસાફરોને ઉડાન ભરાવે છે. આથી અમારા માટે ડિજિટલ મીડિયા મહત્વનો ભાગ ભજવે છે. એવોર્ડ વિજેતા ઝુંબેશો એ સફળતાપૂર્વક ગ્રાહકને રસપ્રદ કન્ટેન્ટ અને ક્રિયેટીવ્સ દ્વારા પ્રવૃત રાખ્યા હતાં. આ પ્રસંગે અમે એસઈએસી જ્યુરી એવોર્ડઝનો આભાર માનીએ છીએ.
આધાર કાર્ડ અને PAN લિંક કરાવવાની સમય મર્યાદા લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ
દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલું નોંધાયું તાપમાન
Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત