અમદાવાદઃ અમદાવાદના ઓઢવમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરના  ઓઢવમાં ફ્રિ ફાયર ગેમ રમવા 12 વર્ષના બાળકે ઘરમાં ચોરી કરતા પિતાએ પુત્ર અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. .


મળતી માહિતી અનુસાર શહેરના ઓઢવમાં 12 વર્ષના દીકરાએ ફ્રિ ફાયર ગેમ રમવા પોતાના ઘરમાંથી રૂ 2 લાખની ચોરી કરીને મિત્રોને આપી હોવાની ફરિયાદ પિતાએ નોંધાવી હતી. પિતાએ દીકરાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે દીકરાના 4 સગીર મિત્રોએ ફ્રી ફાયર ગેમ રમાડવાની લાલચ આપીને ઓનલાઈન પેટીએમથી 66000 અને ઘરમાંથી રોકડ સહિત 2 લાખની ચોરી કરી હતી.  આ રૂપિયા મિત્રોને આપીને દીકરો ઓનલાઈન ગેમ રમતો હતો. માતા- પિતા પોતાના બાળકને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઇલ આપતા હતા. જ્યારે દીકરો પેટીએમમાંથી મિત્રોને પૈસા ટ્રાન્સફર કરીને ગેમ રમતો હતો. થોડા દિવસ પહેલા પિતા ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા ત્યારે લીમીટ પુરી થઈ હોવાનો મેસેજ મળતા પિતાને શંકા જતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે 12 વર્ષના બાળકને તેના સગીર મિત્રોએ ટાર્ગેટ કર્યો હતો અને ગેમ રમાડીને તેને બંધાણી બનાવ્યો અને બાદમાં પૈસાથી ગેમ રમાડી પૈસા પડાવ્યા હતા. મિત્રો સાથે ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમવા 12 વર્ષનો બાળક ચોરીના રવાડે ચઢી ગયો હતો. ઓઢવ પોલીસે આ કેસમાં 12 વર્ષના બાળક સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


પોલીસે 12 વર્ષના બાળક અને તેના મિત્રોની અટકાયત કરી છે. મિત્રોએ આ રૂપિયા મોજશોખમાં ઉડાવી દીધા હતા. સ્માર્ટફોન બાળકોના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યા હોવાનો આ કિસ્સો દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ છે.


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?


 


રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........


 


વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............


 


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ