Ahmedabad News: શહેરમાં ફરી એકવાર ચકચારભરી ઘટના સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં ગઇ રાત્રે એક પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે આપઘાત કરી લીધો હતો. પોલીસકર્મીનુ નામ કુલદિપસિંહ યાદવ છે અને વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. ઘટનાની માહિતી એવી છે કે, પોલીસકર્મીના પરિવારમાં પત્ની અને 3 વર્ષની બાળકી હતા, જે તમામે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તપાસમાં લાગી છે. પોલીસકર્મીનો પરિવાર છેલ્લા બેથી ત્રણ વર્ષથી અહીં રહેતા હતો. આ પરિવારે મોડી રાત્રે 12માં માળેથી આપઘાત કરી લીધો હતો, હાલમાં પોલીસ રહીશો અને પરિવારના સંબંધીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


માહિતી પ્રમાણે ઓ પોલીસકર્મીનો પરિવાર દીવા હાઈટ્સ ગોતામાં રહેતો હતો, તેમને પોતાની 3 વર્ષની બાળકી સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આખા પરિવારની લાશો જોઇને ચોકીદાર પણ ચોંકી ગયો હતો. હાલમાં સોલા પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.


Crime News: અમદાવાદમાં વિધર્મી યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યા
Crime News: અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યુવકની લાશ મળી આવી છે. ગળું કાપેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. હિતેશ રાઠોડ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હોવાના કારણે યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. 


યુવકે તેના જ રૂમ પાર્ટનરી કરી હત્યા - 
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટના સ્વાતીપાર્કમાં યુવાને તેના રૂમ પાર્ટનરની હત્યા કરી છે. રાત્રીના 11 વાગ્યે બન્ને યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. પથ્થરના ઘા મારી યુવાને યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિલ પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.


શું છે મામલો - 
સેન્ટીગ કામ કરતા સુરેશ નામના યુવકની તેના જ રૂમ પાર્ટનર મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી.ઓરિસાથી મજૂરી કામ માટે બંને યુવાનો રાજકોટ આવ્યા હતા. બંને યુવાનો ઓરિસ્સા બુડીપાદર ગામના વતની છે.બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ એક યુવાન દ્વારા બીજા યુવાનની હત્યા કરવામાં આવી હતી. બંને વચ્ચે દારૂ પીધા બાદ બોલાચાલી થઈ હતી અને બાદમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


 


આ પણ વાંચો............ 


Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'


Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી


SBI Clerk recruitment 2022: SBIમાં ક્લાર્કની 5000 થી વધુ જગ્યા માટે ભરતી બહાર પડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ


Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક


Stock Market Today: શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17550 ની નીચે, ઓટો-આઈટી ટોપ લૂઝર


Ahmedabad: પોલીસકર્મીનો સહપરિવાર આપઘાત, ત્રણ વર્ષની બાળકી-પત્ની સાથે 12મા માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગતે