અમદાવાદઃ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ હવે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે.






રાહુલ ગાંધી  અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધિત કરી ચૂંટણી પ્રચારનો આરંભ કરાવશે.  ઉપરાંત તેઓ ગાંધીઆશ્રમમાં આયોજીત પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. સવારે 11 વાગ્યે રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરશે. રાહુલ ગાંધી મારૂ બુથ-મારૂ ગૌરવ ઝુંબેશ હેઠળ બુથ સમિતિના પાંચ હજાર 200 કાર્યકરોને સંબોધન કરીને ચૂંટણી જીતવાનો મંત્ર આપશે. સંમેલનને કારણે રિવરફ્રન્ટ પર વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. તો આખાય રિવરફ્રન્ટ રોડને પંજાના ઝંડા અને પતાકાથી શણગારવામાં આવ્યો છે.






રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધીના રોડ શો પણ કરશે. જેમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો ઉમટશે. કૉંગ્રેસ શક્તિ પ્રદર્શન કરવા ભરપૂર તૈયારી કરી રહી છે.  ભારત જોડો પદયાત્રા અગાઉ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.  બપોરે અઢી વાગ્યે રાહુલ ગાંધી ગાંધીઆશ્રમ જશે.  જ્યાં તેઓ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. સાંજે છ વાગ્યે રાહુલ ગાંધી સ્ક્રિનિંગ કમિટીના સભ્યો ઉપરાંત પ્રદેશ ઈલેક્શન કમિટી સાથે બેઠક યોજશે. ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચાર ઉપરાંત ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ મુદ્દે રાહુલ ગાંધી પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરશે.


IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ


Brahmastra: રિલીઝના 5 દિવસ પહેલાં આલિયા ભટ્ટે શેર કર્યો ફિલ્મના મેકિંગનો વીડિયો, રણબીર એક્શન કરતો દેખાયો