Economic Survey: આજે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે અને તેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે થઈ છે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વે એ વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર પર સરકારના કામની અસરનું એક પ્રકારનું રિપોર્ટ કાર્ડ છે.
નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો
કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવાના એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો છે. આજે બપોરે 3:45 વાગ્યે, મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન એક પત્રકાર પરિષદને સંબોધશે જેમાં આર્થિક સર્વેના મુખ્ય મુદ્દાઓની વિગતો શેર કરવામાં આવશે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નું બજેટ રજૂ કરશે.
નાણાકીય વર્ષ 2021-22માં દેશની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. આ આરબીઆઈના 9.5 ટકાના અંદાજ કરતાં થોડું ઓછું છે. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23 માટે દેશની અર્થવ્યવસ્થા 8-8.5 ટકાના દરે GDP વૃદ્ધિ હાંસલ કરવાનો અંદાજ છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું
હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, દેશની જનતા ટેક્સ કલેક્શનના બોજથી પરેશાન છે, જ્યારે મોદી સરકાર માટે આ ટેક્સ મેળવવો એ મોટી ઉપલબ્ધિ છે. દૃષ્ટિકોણનો તફાવત છે - તેઓ ફક્ત તેમનો ખજાનો જુએ છે, લોકોની પીડા નહીં.