7th Pay Commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાના વધારાની અપેક્ષા છે. આ વધારો જુલાઈ 2023થી લાગુ થશે. હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. DA અને DR ક્યારે વધશે?
કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ડીએ અને ડીઆર કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો સરકાર દ્વારા છ મહિનાના ફુગાવાના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહત સાતમા પગાર પંચની ફોર્મ્યુલા અનુસાર કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં વધારો ક્યારે જાહેર થશે?
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આવતા મહિને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. AICPI-IW જૂનના ડેટા અનુસાર, DA અને DRમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકારનો છે અને તે પોતાના હિસાબે તેમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.
કર્મચારીઓના DAમાં કેટલો વધારો થશે?
જો સરકાર ડીએમાં ત્રણ ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધીને 45 ટકા થઈ જશે. આ સાથે પેન્શનરોનો DR પણ 3 ટકાથી વધીને 45 ટકા થશે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર જુલાઈના એકથી ત્રણ મહિના વચ્ચે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરે છે.
આ પણ વાંચો
Asia Cup 2023: કોહલીની બેટિંગ પોઝિશન બદલવાની જરૂર, આ દિગ્ગજ ખેલાડીએ શા માટે આપી આવી સલાહ
'મારી પત્નીને કેમ મોકલતા નથી' - ગિન્નાયેલા જમાઇએ સાસુના મોંઢા પર ફેંક્યુ એસિડ, સાસુની હાલત ગંભીર
કેટલા લોકોને ફાયદો થશે?
ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ સીધો 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે. ગત વખતે, સરકારે 1 જાન્યુઆરીથી DAમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેમાં DA 38 ટકાથી વધારીને 42 ટકા કર્યો હતો અને હવે ત્રણ ટકાના વધારા પછી, DA 45 ટકા થશે.