રિઝર્વ બેંકે 5 માર્ચથી યસ બેંક પર આર્થિક નિયંત્રણો મૂકી દીધા હતા. જે બાદ ગત સપ્તાહે પુનર્ગઠન યોજના જાહેર કરવામાં આવી હતી. તેની સાથે જ કેન્દ્રીય બેંકે એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકનું સુકાન સોંપ્યું હતું.
રિઝર્વ બેંક દ્વારા પ્રસ્તાવિત યોજના અંતર્ગત એસબીઆઈ યસ બેંકનો 49 ટકા હિસ્સો ખરીદશે. યસ બેંક સંકટ મામલે ઈડીએ બેંકના સ્થાપક રાણા કપૂરની 8 માર્ચે મુંબઈથી ધરપકડ કરી હતી. સીબીઆઈ તેની સામે અલગથી એક મામલો નોંધાવી ચુકી છે.
Yes Bankના શેરમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં યસ બેંકના શેરમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. કોરોના વાયરસના સંકટના કારણે ભારતીય શેરબજાર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે તેવા જ સમયે યસ બેંકના શેરમાં તેજી આવી છે. બેંકનો શેર ગઈકાલના 58.65ની સરખામણીએ આજે 64.45 પર બંધ થયો હતો. આ દિવસ દરમિયાન તેનો સર્વોચ્ચ ભાવ 87.30 જોવા મળ્યો હતો.
બેંકના શેરમાં તેજી આવવા પાછળનું કારણ રેટિંગ એજન્સી મૂડીઝ છે. મૂડીઝે યસ બેંકના આઉટલુકને પોઝિટિવ કરીને તેની છબી સુધારી છે. આરબીઆઈની પુનર્ગઠન યોજના અંતર્ગત શેરના દેખાવમાં થઈ રહેલા સુધારાને લઈ એજન્સીએ આ પગલું ભર્યુ છે.
Coronavirus: TMC સાંસદ અને એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી ઈંગ્લેન્ડથી પરત ફરી, લીધો આ મોટો નિર્ણય, માતા-પિતાને કરી ખાસ વિનંતી
Nirabhaya Case: દોષિતોનો નવો પેંતરો, 20 માર્ચે થનારી ફાંસી પર રોક લગાવવાની માંગ સાથે કોર્ટમાં કરી નવી અરજી
ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........