SBI ATM Alert: એટીએમ સંબંધિત ફ્રૉડથી બચવા માટે બેન્ક પોતાના ગ્રાહકોને ઓટીપી દ્વારા કેશ વિડ્રૉલની સુવિધા આપે છે. આવામાં કેશ કાઢતા પહેલા બેન્ક ખાતાધારકોના મોબાઇલ પર એક ઓટીપી મોકલે છે.
SBI Alert About ATM Fraud: છેલ્લા કેટલાક સમયથી બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો થયા છે. આજકાલ લોકો ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યાં છે. આની સાથે જ કેશ ટ્રાન્ઝેક્શન માટે તે એટીએમનો યૂઝ કરવા લાગ્યા છે. આવામા આજકાલ એટીએમ સંબંધિત ફ્રૉડ બહુ ઝડપથી વધ્યા છે.
આવામાં દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને એટીએમથી થનારા ફ્રૉડ વિશે જાણકારી આપતી રહે છે. આજકાલ બહુજ ફ્રૉડ કરનારા અપરાધી લોકોના એટીએમ કાર્ડ બદલી નાંખે છે. આને એટીએમ સ્કિમિંગ કહેવામાં આવે છે.
એસબીઆઇએ આ સુવિધાની શરૂઆત વર્ષ 2020 માં કરી હતી, સુવિધા યૂઝ કરવા માટે તમે સૌથી પહેલા એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ નાંખો.
આ પછી તમે ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો, આ પછી તમારે Registered Mobile Number પર ઓટીપી આવશે જેને તમે અહીં નાંખો, પછી આગળ એટીએમ પીન નાંખો, આ પછી તમારી કેશ વિડ્રૉલ થઇ જશે.
આની સાથે જ બેન્કના એટીએમ સ્કિમિંગ જેવી ઘટનાઓથી બચવા માટે તમે એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા માટે તમે કોઇ અજાણ્યા વ્યક્તિની મદદ ના લો. આની સાથે જ કોઇની પણ સાથે પોતાનો એટીએમ નંબર, પીન નંબર વગેરે જાણકારી શેર ના કરો.
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા