Stock Market Opening: શેર માર્કેટમાં આજે કમજોરીની સાથે માર્કેટની શરૂઆત થઇ છે. માર્કેટ ખુલાતાની સાથે જ સેન્સેક્સ 200 પૉઇન્ટ તુટી ગયો છે, અને 55,000 ની પાસે આવી ગયો છે. નિફ્ટી પણ 16500 ની નીચે પટકાઇ ગઇ છે. 


આજે માર્કેટની શરૂઆતમાં સેન્સેક્સ સપાટ ખુલ્યો છે, અને નિફ્ટીમાં 40 પૉઇન્ટથી વધુનો ઘટાડો જોવામાં આવ્યો છે. માર્કેટ ખુલાવાની સાથે જ સેન્સેક્સ 1.27 પૉઇન્ટના ઘટાડા સાથે 55,382.44 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 41.10 પૉઇન્ટ એટલે કે 0.25 ટકાના ઘટાડા બાદ 16,481.65 પર ખુલી છે. 


માર્કેટની શરૂઆતમાં સેન્સેક્સ 200 પૉઇન્ટ તુટ્યો - 
માર્કેટ ખુલાતાની સાથે જ સેન્સેક્સમાં 200 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ ખુલવાની 2 મિનીટની અંદર જ સેન્સેક્સમાં 218.37 પૉઇન્ટ એટલે કે 0.39 ટકાના ઘટાડાની સાથે 55,162.80 પર કારોબાર થઇ રહ્યો હતો. વળી નિફ્ટીમાં 60.75 પૉઇન્ટ એટલે કે 0.37 ટકાની ઘટાડાની સાથે 16,462 પર કારોબાર ચાલી રહ્યો હતો. આજે ખુલતાની સાથે જ શેર માર્કેટ ધડામ, સેન્સેક્સ 200 પૉઇન્ટ તુટ્યો, 16500ની નીચે પટકાયુ Nifty


આ પણ વાંચો..... 


રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત


Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ


NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું


Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ


હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન


Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ