સુરત: નેશનલ હાઇવે નંબર  48 પર રસ્તા પર ઉભેલી લક્ઝરી બસ પાછળ એક પછી એક વાહન અથડાતા અકસ્માત સર્જાયો હતો. સુરતથી અમદાવાદ જવાનાં નેશનલ હાઇવે પર  લક્ઝરી બસ પાર્ક કરેલી હતી આ સમય દરમિયાન સાત થી આઠ કાર અને આઈસર બસ સાથે અથડાતા હતા. જો કે સદભાગ્યે નાની મોટી ઇજા સિવાય કોઇ જાનહાનિ નથી થઇ. અકસ્માતમાં કાર, ટેમ્પો ચાલકને નજીવી ઇજા પહોંચી હતી. એક સાથે સાત થી આઠ વાહનો વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. આ ઘટના માંગરોળ ના પાલોદ ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતાં પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઇને તજવીજ હાથ ધરી હતી.                                                                                                                                             


તો બીજી તરફ  અડાજણ પાલ ગેલેક્સી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર શીખી રહેલી મહિલાએ અકસ્માત સર્જ્યો હતો. ભરચક વિસ્તારમાં સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા કાર દીવાલ સાથે અથડાઇ હતી. ઘટના ને લઇ લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતી જો કે આ અકસ્માતમાં પણ સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી.                                         


આ પણ વાંચો


Vadodara: વડોદરા કોગ્રેસમાં બે દિવસમાં ત્રીજા નેતાએ આપ્યું રાજીનામું, પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે


Aravalli: ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટ થતા ખળભળાટ, પત્નીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર


અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ


NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર