આણંદ: બરવાળામાં લઠ્ઠાકાંડ સર્જાય બાદ રાજ્યના તમામ જિલ્લાઓની પોલીસ એલર્ટ થઈ છે અને દેશી-વિદેશી દારૂના વેપારીઓ ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો ઉપર તવાઈ બોલવવામાં આવી રહી છે. આણંદના આંકલાવ પોલીસે બાતમી આધારે ભેટાસી ગામમાં દરોડો પાડી વિદેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી છે.


બનાવટી વિદેશી દારૂ બનવવામાં આવી રહ્યો હતો


પોલીસે બાતમીના આધારે ભેટાસીના પરા વિસ્તારમા આવેલ માંડવાપુરા સિમના એક ખેતરમાં આવેલ કુવાની ઓરડીમાં જ્યારે રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે અહીં દેશી નહિ પરંતુ બનાવટી વિદેશી દારૂ બનવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ભેટાસીના સુરેશ ઉર્ફે ચકો ભાઈલભાઈ માળીને ઝડપી લીધો હતો. સ્થળ ઉપરથી પોલીસે વિદેશી દારૂ બનાવવાના સાધનો કેમિકલ અને વિવિધ બ્રાન્ડના લેબલોવાળી બોટલો પણ કબ્જે લીધી છે.3


આ આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતુું


 મહત્વની વાત એ છે કે આ આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું. બનાવટી દારૂ બનાવવા માટેનું કાચું મટીરીયલ રાજસ્થાનથી આવતું હતું અને તેને પ્રોસેસ કરવા માટે રાજસ્થાનથી માણસો આવતા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન અહીં દૈનિક 40 પેટી બનાવટી દારૂ તૈયાર થતો હતો અને ત્યાર બાદ તે બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતો હતો. હાલ પોલીસે સુરેશ માળીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ બાદ બનાવટી વિદેશી દારૂ માટે કેમિકલ એસેન્સ અને કાચું મટીરીયલ કોણ સપ્લાય કરતું હતું અને તૈયાર દારૂ કોને પોહચડવામાં આવતો હતો એ તમામ બાબતોનો પર્દાફાશ થશે.


આ પણ વાંચો


Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા


Commonwealth Games 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ત્રણ મેડલ, જાણો Medal Tallyમાં કોણ છે ટોચ પર


Weekly Horoscope: આજે છે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, આ અઠવાડિયું આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, જાણો તમારું રાશિફળ