તીડના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીની સહાય આપવા બાબતે થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને બનાસકાંઠાના ભાજપના સાંસદ પરબત પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહે તીડના આક્રમણથી ખેડુતોને થયેલા નુકસાન મુદ્દે સહાય કરવા કેન્દ્રમાં રજુઆત કરવાની માંગ કરી હતી. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો.
ખેડૂતોની વાત સાંભળવાને બદલે એકબીજા પર ઢોળ્યો દોષનો ટોપલો
બંને નેતાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાને બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરબત પટેલ થરાદ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે, લોકસભામાં બનાસકાંઠા બેઠક પર જીત થતાં તેમણે આ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં યોજાયેલી પેટા ચૂંટેણીમાં આ બેઠક કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે જીતી હતી.
જીતુ વાઘાણીએ થાળી વગાડી તીડ ભગાડ્યા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે થરાદ વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત કરી હતી. તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં હાથમાં થાળી લઈને તીડને ભગાડ્યા હતા. તીડના ત્રાસથી ખેડૂતોની સાચી પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે તેઓ થરાદ પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે તીડ સામે લડવા માટે સરકાર તરફથી બનતી તમામ મદદ કરવામાં આવશે તેવી ખેડૂતોને હૈયાધારણા પણ આપી હતી.
અજય દેવગને CAA-NRC મુદ્દે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
ઓછા ધારાસભ્યોથી કેવી રીતે સરકાર બનાવી શકાય તે શરદ પવારે બતાવ્યુઃ ઉદ્ધવ ઠાકરે
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે સૌરવ ગાંગુલીના કયા આઈડિયાને ગણાવ્યો બકવાસ ? જાણો શું કહ્યું
PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત