દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં એક ફૂડ પૉઇઝનિંગની ઘટના સામે આવી છે. અહીં એક ધાર્મિક વિધીમાં બકરાં કાપીને ખાતાં 4 લોકોના મોત થયા હોવાની અને 12 લોકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. 


ખરેખરમાં, ભુલવણ ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ કારય છે. ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાંનો બલિ આપવામાં આવ્યો હતો. આ બકરાંના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા, પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતા. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતા. 


મૃતકના નામ
કનુભાઇ સોમાભાઇ માવી
દલસિંહભાઇ ધનજીભાઇ માવી
બાબુભાઇ ફુલજીભાઇ માવી
સનાભાઇ ભવનભાઇ માવી


આ ઉપરાંત જેમની હાલત ગંભીર છે એવા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના બનવા પાછળનુ પ્રાથમિક તારણ ફુડ પોઇઝનિંગ થયાનુ બહાર આવ્યુ છે, સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં પણ આવ્યા છે. 


 


આ પણ વાંચો


કાશીમાં આજે પીએમ મોદીની 'પાઠશાળા', 12 મુખ્યમંત્રી આપશે પોતાના કામનુ રિપોર્ટ કાર્ડ, મળશે ગુડ ગવર્નન્સનો મંત્ર


બનાસકાંઠા: ઇકબાલ ગઢ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો, કાર,ટ્રેલર અને ટ્રક એકબીજા સાથે અથડાયા, 1 વ્યક્તિનું મોત


Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ


Omicron Death Threat:ઓમિક્રોનથી એપ્રિલના અંત સુધીમાં આ દેશમાં થઇ શકે છે 75000 લોકોના મોત, વૈજ્ઞાનિકોની ચેતાવણી


ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના


જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો