PM Modi in Kashi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાશી પ્રવાસનો આજે બીજો દિવસ છે, પીએમ મોદી આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત બીજેપી શાસિત રાજ્યોના 12 મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. પરંતુ આ પહેલા આ તમામ મુખ્યમંત્રીઓ કાશી કોરિડૉર પહોંચવાના છે. પીએમ મોદી આજે આ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે અને તેમની પાસે તેમના રાજ્યોમાં થઇ રહેલા કામકાજોનો હિસાબ લેશે. કાલે રાત્રે પણ પીએમ મોદીએ આ તમામ મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી હતી. ક્રૂઝ પર તમામ મુખ્યમંત્રીઓની સાથે કેટલાય મુદ્દાઓ પર ચર્ચા થઇ.
કયા કયા 12 મુખ્યમંત્રીઓ બેઠકમાં થશે સામેલ -
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા
અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ
ગોવાના પ્રમોદ સાવંત
ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ
હરિયાણાના મનોહર લાલ ખટ્ટર
હિમાચલ પ્રદેશના જય રામ ઠાકુર
ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી
મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ
કર્ણાટકના બસવરાજ બોમાઈ
મણિપુરના એન બિરેન સિંહ
અને ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવ
રિપોર્ટ કાર્ડ-
વડાપ્રધાન મોદી ભાજપ શાસિત રાજ્ય સરકારોનું આખું રિપોર્ટ કાર્ડ જોવા માંગે છે, જેમા એક એક કરીને તમામ મુખ્યમંત્રીઓ પોતપોતાનું પ્રેઝેન્ટેશન કરશે. આમાં તમામ કામગીરીને આવરી લેવામાં આવશે.
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો