ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2,17,287 કરોડનું ગુજરાત બજેટ નીતિન પટેલે રજૂ કર્યુ હતું.


શિક્ષણ માટે 31,995 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સુધારવા ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરીંગ પર વધુ ફોકસ કરવામાં આવશે. રાજ્યમાં 7000 નવા વર્ગખંડ બનાવવા માટે 650 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

500 સ્કૂલોને ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. ટેબ્લેટ આપવા માટે પણ 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમત ગમતની સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 15,000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજ સવલતો ઊભી કરવા 125 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


બજેટમાં મધ્યાહન ભોજન અને અન્ન સંગમ યોજના માટે 980 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત બજેટઃ માછીમારો માટે શું કરવામાં આવી જાહેરાત ? જાણો

ગુજરાત બજેટઃ કડિયાકામ અને શ્રમિકો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત ? જાણો

ગુજરાત બજેટઃ નીતિન પટેલે જાહેર કરેલી માદરે વતન યોજના શું છે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ

ગુજરાત બજેટઃ ગૌપાલકો અને ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? જાણો

ગુજરાત બજેટઃ દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થપાશે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ, જાણો