ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2,17,287 કરોડનું ગુજરાત બજેટ નીતિન પટેલે રજૂ કર્યુ હતું. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગ માટે પણ વિશેષ જાહેરાત કરવામાં આવી હતી.


બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ દરિયાઈ ફિશીંગ બોટ, 2 સ્ટ્રોક, 4 સ્ટ્રોક આઈબીએમ અને ઓબીએમ એન્જીન ખરીદવા માટે યુનિટ કોસ્ટના 50 ટકા સહાયની જાહેરાત કરવામાં આવી છે. માછીમારોની બોટના એન્જિનમાં વપરાતાં ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજના અંતર્ગત 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.


આ ઉપરાંત માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્યબંદરોના વિકાસ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત બજેટઃ કડિયાકામ અને શ્રમિકો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત ? જાણો

ગુજરાત બજેટઃ નીતિન પટેલે જાહેર કરેલી માદરે વતન યોજના શું છે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ

ગુજરાત બજેટઃ ગૌપાલકો અને ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? જાણો

ગુજરાત બજેટઃ દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થપાશે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ, જાણો