ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,166 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 147 સ્ટેબલ છે.અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,166 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, તાપીમાં અને રાજકોટ કોર્પોરેશનમાં એક નવો કેસ નોંધાયો હતો.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો.
ભાવિના પટેલ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ ફોન પર કરી વાત
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વીડિયો કોલ મારફતે વાત કરી હતી અને દેશ માટે મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા બદવ અભિનંદન પાઠવ્યા.