ભાવનગરઃ ભાવનગર શહેરમાં મુખ્યમંત્રીનું અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો. સાથે જ જાણીતા લોકગાયક કિર્તિદાન ગઢવીને ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલ "ગુજરાત ગરિમા એવોર્ડ- 2022" મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.  કાર્યક્રમમાં ગુજરાતના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિર્તિદાન ગઢવીના દરેક ડાયરામાં પ્રખ્યાત બનેલા કમાભાઈની એન્ટ્રી થતા જ લોકો દ્વારા તેમને આવકારી સન્માન કરવામાં આવ્યું હતું.



મળતી જાણકારી અનુસાર, ભાવનગર શહેરના ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસે ભાવનગર નાગરિક સમિતિ અને ભાવનગર જન્મોત્સવ સમિતિ કીર્તિદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હજારોની જન મેદની વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા 297 કરોડ ફાળવવા બદલ ભાવનગર નાગરિક સન્માન સમિતિના વડપણમાં શહેરની પ્રમુખ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી નો આભાર સન્માન યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રીઓ, નેતાઓ, કોંગ્રેસના ધારાસભ્ય તેમજ વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






 


દીકરીઓ માટે 100 કરોડ એકત્ર કરવાનો શુભ સંકલ્પ કરનાર કીર્તિદાન ગઢવીનાં સંકલ્પનું સન્માન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમની સાથે ભવ્ય લોક ડાયરો અને ગુજરાતી ગીતો સાથે કલાકારો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.


Jitu Vaghani: શિક્ષણ વિભાગમાં આવશે બંપર ભરતી, જીતુ વાઘાણીએ કહ્યું - '5360 જગ્યાઓ ભરવામાં આવશે'


Gujarat Rain: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં ભારે વરસાદ વરસશે


Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના AAPના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ ?