કર્ણાટકઃ પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું માંદગી બાદ નિધન થયું છે. 88 વર્ષીય સ્વામીની છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તબિયત લથડતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. પેજાવર મઠ ઉડ્ડપીના આઠ મઠો પૈકીનું એક છે.


વિશ્વેષ તીર્થ સ્વામીના નિધનના સમાચાર સાંભળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હું મારી જાતને ધન્ય માનું છું કે શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજી પાસેથી શીખવાની ઘણી તકો મળી છે. તાજેતરમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તેમની સાથેની  મીટિંગ પણ યાદગાર રહી હતી.


રવિવારે વિશ્વેષ તીર્થ સ્વામીને કેએમસી હોસ્પિટલમાંથી મઠમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. સ્વામીની તબિયત પૂછવા આજે ઉમા ભારતી પણ આવ્યા હતા. ઉમા ભારતીએ જણાવ્યું કે, તેઓ મારા માટે માત્ર ન માત્ર ગુરુ છે પરંતુ પિતા સમાન છે. મારા ગુરુ કર્મયોગી છે અને તેમણે અમને તમામને કર્મયોગી બનવાની શિક્ષા આપી હતી. ઉમા ભારતે 1992માં સ્વામીજી પાસેથી સંન્યાસ દીક્ષા લીધી હતી.


ઉડ્ડપીના ધારાસભ્ય રઘુપતિ ભટે જણાવ્યું કે, પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું આજે સવારે 9.30 કલાકે નિધન થયું છે. બપોરે 3 કલાકે મહાત્મા ગાંધી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ હાજર રહેશે.


કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ વિશ્વેશ તીર્થ સ્વામીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું.

ચેતેશ્વર પુજારાએ બેટિંગ નહીં બોલિંગમાં કરી કમાલ, વિકેટ ઝડપતાં જ શિખર ધવને કર્યો ટ્રોલ, જુઓ વીડિયો

રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર