અમદાવાદઃ વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાયસંસ મહત્વનો પુરાવો છે. પરંતુ કોરોનાકાળમાં ઘણા લોકોને ડ્રાઇવિંગ લાયસંસની મુદત પુરી થઈ જતાં રિન્યુ કરાવી શક્યા નહોતા. રૂપાણી સરકારે ડ્રાઈવિંગ લાયસંસને લઇ મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ ડ્રાઇવિંગ લાયસંસ કઢાવવા માટે આરટીઓના ધક્ક નહીં ખાવા પડે. સરકારે આરટીઓ સંલગ્ન 18 સેવાઓ ઓનલાઈન કરી છે.

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેરનામુ બહાર પાડીને જણાવવામાં આવ્યું કે, આરટીઓ તરફથી આપવામાં આવતી ઘણી મહત્વપૂર્ણ સેવાઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. નાગરિકોને સુવિધાનજક અને મુશ્કેલી વગરની સેવાઓ પૂરી પાડવા સંપર્ક રહિત સેવાઓ પૂરી પાડવામાં આવશે.

સરકારે ડ્રાઇવિંગ લાયસંસ અને કારના રજિસ્ટ્રેશનને આધાર સાથે લિંક કરવાનું કહ્યું છે. આ પછી આધાર વેરિફિકેશન દ્વારા ઓનલાઇન સર્વિસનો લાભ મેળવી શકાશે. સરકારના આ પગલાથી આરટીઓમાં લાંબી લાઇનમાંથી ઉભા રહેવાથી છૂટકારો મળશે. સરકારે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસંસ, ડ્રાઇવિંગ લાયસંસ રિન્યૂ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસંસ, આરસીમાં સરનામામાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમીટ, કામ ચલાઉ નોંધણી સહિત 18 સેવાઓ ઓનલાઇન કરી છે.

વાહનના ડ્રાઇવિંગ લાયસંસ અને રજિસ્ટ્રેશન માટે અન્ય દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે. આ માટે સરકારની પરિવહન નામની વેબસાઇટ પર જઇને આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે.

Surat: કોરોનાના યુકે સ્ટ્રેઇનનો પગપેસારો, જાણો ક્યા વિસ્તાર કલસ્ટર ઝોન લાગુ કરાયા

Gujarat માં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં ત્રણ શહેરોમાં 100થી વધુ કેસ નોંધાતા ફફડાટ

રાશિફળ 6 માર્ચ: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે યાત્રા પૂર્ણ કરશે, જાણો તમારા પર શું થશે અસર