Lok Sabha Election 2024 LIVE: ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો આજે ભર્યુ ઉમેદવારી પત્રક, ગેનીબેન સભા દરમિયાન રડી પડ્યા
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી રાજ્યમાં ઠેર ઠેર પ્રચાર કરી રહી છે
લોકસભા માટે ભાજપના પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યુ છે. પોરબંદરથી મનસુખ માંડવીયાએ ઉમેદવારી પત્રક ભર્યું, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલે ઉમેદવારી પત્રક ભર્યું, આ ઉપરાંત ભરૂચથી મનસુખ વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું, પંચમહાલથી રાજપાલસિંહ જાદવે ઉમેદવારી પત્રક ભર્યું, અને દમણ દીવ બેઠકથી લાલુ પટેલે ઉમેદવારી પત્રક ભર્યું છે.
આજે બનાસકાંઠામાં એક સભા દરમિયાન ચાલુ ભાષણે ગેનીબેન ઠાકોર રડી પડ્યા હતા. આ દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડી પડ્યા, બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા, ગેનીબેનની સાથે સભામાં હાજર લોકો પણ રડી પડ્યા હતા. ગેનીબેનને જોતા જ સમર્થકોની આંખોમાં પણ આંસુ આવ્યા. મંચ પર ઉપસ્થિત નેતાઓ પણ ભાવુક થયા. બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે. ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા.
આજે બનાસકાંઠા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફોર્મ ભર્યું છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક થયા, બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા. બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે. ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા કરતા ગેનીબેન રડી પડ્યા, આ દરમિયાને તેમને કહ્યું કે, વડીલોની પાઘડીને આંચ નહીં આવવા દઉં, હું બનાસની બેન છે, સામે બનાસની બેંક છે.
આજે પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પણ ફોર્મ ભર્યુ હતુ. રાજપાલસિંહ જાદવે એક જંગી સભા યોજી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યુ અને બાદમાં નામાંકન ફોર્મ ભર્યુ હતુ. રાજપાલસિંહ જાદવે 6 લાખની લીડથી જીતનો દાવો કર્યો હતો. નરહરી અમીન, જેઠા ભરવાડ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી હતી. નોંધનીય છે કે ભાજપે ગઈકાલે જ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. 70 વર્ષથી વધુના તમામને આયુષ્માન ભારતમાં સામેલ કરવાનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયો છે. પત્રકાર પરિષદ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. પાટીલે કહ્યું હતું કે કૉંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારૂ સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરન્ટી આપીએ છીએ. વન નેશન, વન ઈલેક્શનને લઇને પાટીલે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. PMએ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે. એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે. સંકલ્પ પત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
તમિલનાડુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની સોમવારે (15 એપ્રિલ, 2024) ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. રાજ્યના નીલગીરીમાં આયોગની ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી છે. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે. એવું જોવા મળે છે કે હેલિકોપ્ટર લેન્ડ થતાં જ કમિશનના અધિકારીઓ પહોંચી જાય છે. ત્યારબાદ થોડા સમય બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બહાર આવે છે.
લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને કરોડો રૂપિયા જપ્ત કર્યા છે. ભારતના ચૂંટણી પંચે સોમવારે (12 એપ્રિલ) જણાવ્યું હતું કે અમલીકરણ એજન્સીઓએ 18મી લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા 4,650 કરોડ રૂપિયાથી વધુની વિક્રમી રકમ જપ્ત કરી છે. "2024ની સામાન્ય ચૂંટણીમાં જપ્ત કરવામાં આવેલી રકમ લોકસભાની ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં નોંધાયેલી પ્રલોભનની સૌથી વધુ રકમ છે. આ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા 3,475 કરોડ રૂપિયા કરતાં વધુ છે," ચૂંટણી પંચે તેમના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. ચૂંટણી પંચે કહ્યું કે આ વર્ષે 1 માર્ચથી દરરોજ 100 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
આ દરમિયાન એજન્સીઓએ 45.59 કરોડ રૂપિયાની રોકડ અને 151 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પણ જપ્ત કર્યો છે. કમિશને કહ્યું કે વ્યાપક આયોજન, સહકાર, સક્રિય નાગરિક ભાગીદારી અને ટેક્નોલોજીના કારણે આ શક્ય બન્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 16 માર્ચે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી કર્ણાટકમાં જપ્તી સંબંધિત 1,650 એફઆઈઆર નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં અહીં કુલ 345.89 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. 15 દિવસની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ આજે (15 એપ્રિલ) તિહાર જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સીએમ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED દ્વારા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેને બે વખત ED રિમાન્ડ પર મોકલ્યો હતો. આ પછી કોર્ટે તેને 1 એપ્રિલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારથી કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરન્ટી છે. ભાજપ વિકાસ નક્કર કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. સંકલ્પ પત્ર વધુ જનતા માટે ગેરન્ટી કાર્ડ સમાન છે. પ્રજાની સેવાની ગેરન્ટીનું આ સંકલ્પ પત્ર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનને ગુજરાત અને દેશના આશીર્વાદ મળી રહ્યા છે. PMની વિકાસની રાજનીતિ પર જનતાને વિશ્વાસ છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનું કમળ ખીલશે. મોદી સરકાર સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલે છે. દેશની 80 કરોડ જનતાને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. આગામી વર્ષમાં હજુ ત્રણ કરોડ લોકોને ઘરનું ઘર મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નારી શક્તિ વંદના અધિનિયમથી મહિલાઓને અનામત મળ્યું છે.ભાજપ રાષ્ટ્ર પ્રથમના સૂત્રથી ચાલતી પાર્ટી છે. ગરીબ, યુવાશક્તિ,ખેડૂત અને મહિલાશક્તિને ખાસ મહત્વ આપે છે. મોદીની ગેરન્ટી એટલે સંકલ્પથી સિદ્ધી છે. મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટી પુરી થવાની ગેરન્ટી છે. ગરીબના કલ્યાણ માટેનું સંકલ્પ પત્ર છે.
પત્રકાર પરિષદ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. પાટીલે કહ્યું હતું કે કૉંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારૂ સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરન્ટી આપીએ છીએ. વન નેશન, વન ઈલેક્શનને લઇને પાટીલે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. PMએ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે. એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે. સંકલ્પ પત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
16 તારીખે ચૈત્રી નવરાત્રીની આઠમે માતાજીને પ્રાર્થના કરીએ કે ફોર્મ ના ભરાય. આ જન સેલાબ સ્વયંભૂ ઉભરાયો છે. ના ડરશું, ના ડરાવશું, ક્ષાત્ર ધર્મ નીભાવશું. સમી છાતીએ લડીશું, પીઢ પાછળ ઘા નહિ કરીએ.
ક્ષત્રિય મહાસંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન
શરૂઆત આપણે નથી કરી, 70 વર્ષના અને જેના તમામ વાળ સફેદ થયા તેમણે કરી છે. આવેદનપત્રો આપ્યા, સંમેલનો કર્યા અને આજે મહાસંમેલન છે. જુના જમાનાની જેમ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો છે. રૂપાલાની ટીકીટ રદ્દ નહિ થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે. તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો,બાંધી જોજો. પરસોત્તમ રૂપાલાને કહેવા માગું છું ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડે છે. પરસોત્તમભાઈ સભામાં સાયરી કરે છે વો સમાં ક્યાં બુજેગી, આ વાવાઝોડું છે, ચકડીએ ચડાવી દેશે. સંકલન સમિતિ કાર્યક્રમનું આયોજન કરતી નથી. કાર્યક્રમના આયોજનમાં સંકલન સમિતિ માર્ગદર્શન આપે છે. ક્ષત્રિય સમાજના આંદોલનનું પાર્ટ 1 પૂરું થાય છે. રૂપાલા ફોર્મ ભરશે અને જો પાછું નહિ ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે.
ક્ષત્રિય પોતાના માટે ક્યારેય લડતો નથી પણ આ વાત ક્ષત્રિયની સ્મિતા પર વાત છે. આ સૌર્યરૂપ શક્તિસ્વરુપ તમે સામેથી બોલાવ્યું છે. સમગ્ર દેશમાં એકમાત્ર નાની માગણી છે. ટિકિટ કેન્સલ થાય તો બધું પૂરું નહિ તો પાર્ટ 2 શરૂ થશે.
આ ધરતી પર માત્ર વીરોને રાજ કરવાનો અધિકાર છે. રાજપૂત ક્યારેય એક ના થઈ શકે તેવું કહેવામાં આવે છે, આ સંમેલનને સિદ્ધ કર્યું કે રાજપૂત એક છે. રૂપાલા જો ઉમેદવારી કરશે તો તે ભાજપની સહમતી માનવી. 16 તારીખ પછી આપણી લડાઈ સીધી ભાજપ સામેની થશે. રાજપૂત દેશના ખૂણે ખૂણેમાં વસેલા છે. રૂપાલા ઉમેદવારી કરે તો ત્યારબાદ દરેક ગામમાં ભાજપ વિરોધી મતદાનની રણનીતિ અમલમાં મુકીશું. 26 મુખ્ય કન્વિનર, દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં કન્વિનર નીમીને અન્ય સમાજને સમજાવીશું. એક ક્ષત્રિય અન્ય સમાજના 10 લોકોને ભાજપ વિરોધી મતદાન કરાવશે.
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા આવેલા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, તૂફાન ભી રૂક જાયેગા જબ લક્ષ્ય હોગા સીનેમે. ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે. માગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજકોટના રાજપૂત દશા બગાડી નાખશે. માતા સીતાનું રાવણે હરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામ લોકોને જોડતા જોડતા લંકા પહોંચ્યા હતા. લંકા પહોંચીને શ્રી રામે રાવણને કહેડાવ્યું કે સીતા માતાને મૂકી જાય યુદ્ધ નથી કરવું. આપડે જેટલા આવેદન આપવાના હતા આપી દીધા છે.19 તારીખે 5 વાગ્યા પછી ક્ષત્રિયોનો ગુસ્સો રૂપાલા સુધી સીમિત નહિ રહે. ભાજપની વાત ન કરવા કહેવાયું પણ છાસ લેવા જવી અને દોણી સંતાડવી તેવું થોડું ચાલે. આ કોઈ પાર્ટીનું નહિ અમારી માતા - બહેનોની અસ્મિતાનું આંદોલન છે. માતા -બહેનોને કહું છું ઉપવાસ કે જોહર કરવાની વાત ન કરતા આપણું લક્ષ્ય આપનું બુથ છે. આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિય સામે જોઈ ન શકવો જોઈએ. આ તમામ સમાજની માતા-દીકરીની વાત છે.
પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને અનુલક્ષીને આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે. રાજ શેખાવતથી લઈને મહિપાલ સિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત છે.
આ સંમેલનમાં ભાગ લેવા માટે આવી રહેલા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. શિલાદેવી સુખદેવ સિંહ ગોગામેડીને નજરકેદ કરવામાં આવ્યા છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે તેમની અટકાયત કરવામાં આવી છે. તમને જણામી દઈએ કે, શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ગોગામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય થઈ છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે
છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય મહિલાઓ અને બહેનો પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે પછી આખા ગુજરાતમાં રૂપાલા સામે વિરોધ પ્રદર્શન શરૂ થઇ હતુ, ઠેર ઠેર રેલીઓ કાઢીને આવેદન આપવામાં આવ્યુ હતુ. આજે સાબરકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ સાથે એક મહાસંમેલન યોજાયુ હતુ. રૂપાલાની ટિપ્પણી અને વિવાદ મામલે હવે મણિધર બાપુની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને મણિધર બાપુએ પ્રતિક્રિયા આપી છે. કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ લડાઇમાં ચારણો રાજપૂત સમાજની સાથે છે. અપમાન સામેની લડાઈમાં ક્ષત્રિયોની સાથે છીએ. સડેલા રાજકારણમાં મહિલાઓ નહીં પુરુષો બહાર આવે જે જરૂરી છે. ક્ષત્રિયોનું અપમાન થાય એમા અઢારે વરણ જોડાયેલી છે. મણિધર બાપુએ આ વિવાદ પર વધુમાં કહ્યુ કે, આવા રાજકારણ માટે જૌહર ના કરાય, ક્ષત્રિયાણીઓ સાથે ચારણ સમાજ છે.
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.
વારાણસીથી ઉમેદવાર બનાવ્યા બાદ હિમાંગી સખી ચૂંટણી પ્રચારના મેદાનમાં કૂદી પડી છે. આ દરમિયાન હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણી ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, અને તેમના પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. વારાણસીથી લોકસભાના ઉમેદવાર હિમાંગી સખીએ એબીપી લાઈવ સાથે વાત કરતા કહ્યું કે અમે ટ્રાન્સજેન્ડર સમુદાયના મુદ્દાઓને લઈને વારાણસીના લોકો વચ્ચે જઈશું. આપણા સમાજને અનામત મળવી જોઈએ, લોકસભા અને વિધાનસભાની ફાળવેલી બેઠકો પર ચૂંટણી લડવાની તક પણ મળવી જોઈએ. આ અમારી મુખ્ય માંગ છે. પાછલા વર્ષોમાં અમારા અધિકારો પર કંઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. આપણે પણ સમાજના મુખ્ય પ્રવાહમાં રહેવા માંગીએ છીએ. અને સ્પષ્ટ છે કે જો વડાપ્રધાન મોદી પોતાને ગંગાના પુત્ર કહે છે તો હું શિખંડી છું અને તેમણે શરણાગતિ સ્વીકારવી પડશે. કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ કહ્યું કે આવતીકાલે તે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવા જશે. આ સિવાય સતત હેડલાઈન્સમાં રહેલા કાશી જ્ઞાનવાપી કેસમાં ASIએ બધું જ સ્પષ્ટ કરી દીધું છે. સમગ્ર કાશી જ્ઞાનવાપી સંકુલ હિન્દુઓનું છે. જ્યાં સુધી શ્રદ્ધાની વાત છે, કાશીના લોકોને પણ આ સમગ્ર સંકુલમાં શ્રદ્ધા છે. જો કે, આવનારી લોકસભા ચૂંટણીમાં કિન્નર મહામંડલેશ્વરને કાશીના લોકો તરફથી કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું.
ગુજરાતમાં ક્ષત્રિય અને રૂપાલા વિવાદની વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતમાં પીએમ મોદી પ્રવાસ કરશે. લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી ગુજરાતમાં ચાર ઝૉનમાં છ જનસભાને સંબોધશે. માહિતી પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આગામી સમયમાં લોકસભામાં ભાજપ માટે પ્રચંડ પ્રચાર કરશે. 19 એપ્રિલ પછી પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે, તે અનુસાર, રાજ્યમાં કુલ 4 ઝોનમાં 6 જાહેરસભાને પ્રધાનમંત્રી સંબોધિત કરશે. જેમાં 22 એપ્રિલે રાજકોટમાં પીએમ મોદીની એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જાહેરસભાની સાથે પ્રધાનમંત્રીના રૉડશૉનું પણ આયોજન કરાયુ છે. સુત્રો અનુસાર, પીએમ મોદી ગુજરાતમાં એક દિવસમાં બે સભાને સંબોધન કરી શકે છે.
વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે. પોરબંદરથી રાજુ ઓડેદરાને કૉંગ્રેસે ટિકિટ આપી છે. વિજાપુરથી કૉંગ્રેસના દિનેશ પટેલ ભાજપના સી.જે.ચાવડા સામે ચૂંટણી લડશે.વાઘોડીયાથી કૉંગ્રેસે કનુભાઈ ગોહિલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ખંભાતથી કૉંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. માણાવદરથી કૉંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે.
લોકસભાની બાકીની ચાર બેઠકો માટે કૉંગ્રેસના ઉમેદવાર જાહેર કર્યો છે.રાજકોટથી કૉંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. રાજકોટમાં ધાનાણી V/S રૂપાલાનો ચૂંટણી જંગ જામશે. અમદાવાદ પૂર્વથી કૉંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વ પર હસમુખ પટેલ V/S હિંમતસિંહ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. નવસારીથી સી.આર.પાટીલ V/S નૈષધ દેસાઈ વચ્ચે ચૂંટણી જંગ જામશે. મહેસાણાથી હરિભાઈ પટેલ V/S રામજી ઠાકોર વચ્ચે ચૂંટણી લડાશે.
ભાજપ દ્વારા જારી કરવામાં આવનાર મેનિફેસ્ટોની થીમ 'મોદીની ગેરંટીઃ વિકસિત ભારત 2047' હશે. આને રિઝોલ્યુશન લેટર એટલે કે સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. . બીજેપીના 2019ના મેનિફેસ્ટોને પણ આ જ નામ આપવામાં આવ્યું હતું. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આગામી લોકસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી રાજ્યમાં ઠેર ઠેર પ્રચાર કરી રહી છે. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર રૂપાલાને લઇને પણ વિવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજ ગઇકાલે રાજકોટમાં મહાસંમેલન કરીને ચિમકી આપી છે. હવે પીએમ મોદી વિવાદોની વચ્ચે ગુજરાત પ્રવાસ પર આવશે, અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં જંગી સભાને સંબોધશે. આગામી દિવસોમાં તમામ પક્ષના ઉમેદવારો લોકસભા માટે ઉમેદવારી ફોર્મ ભરશે. અત્યારે રાજ્યમાં તમામ 26 બેઠકો પર મહા જંગ છેડાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -