Lok Sabha Election 2024: ગુજરાતમાં આખરે કોંગ્રેસે લોકસભાની બાકી રહેલી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. રાજકોટ બેઠક પર કોંગ્રેસે મોટા દાંવ ખેલ્યો છે, અહીં ભારે વિવાદો વચ્ચે ઘેરાયેલા ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે સીનિયર નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. તો વળી, મહેસાણા બેઠક પર કોંગ્રેસે બધાને ચોંકાવ્યા છે. કોંગ્રેસે અહીં રામજી ઠાકોરને ટિકીટ આપી છે.
ગઇકાત્રે રાત્રે કોંગ્રેસે મંથન અને ચર્ચાઓના અંતે પોતાના બાકી રહેલા ગુજરાતના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ પહેલા ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામે જાહેર કરી દીધા હતા. હવે આખરે ચાર નામો સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસે પણ ભાજપની જેમ જ બધાને ચોંકાવ્યા છે. કોંગ્રેસે બે હાઇ પ્રૉફાઇલ બેઠક રાજકોટ અને નવસારીમાં બધાને ચોંકાવ્યા છે. આ બન્ને બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાએ ચૂંટણી મેદાનમાં છે, રાજકોટમાથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા છે, તો વળી, નવસારી બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ચૂંટણી લડી રહ્યાં છે.
લોકસભાની બાકીની ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસે પરેશ ધાનાણીને આપી ટિકિટ આપી છે. આ પછી હવે રાજકોટમાં ધાનાણી V/S રૂપાલા વચ્ચે ચૂંટણી જંગ જામશે. અમદાવાદ પૂર્વથી કૉંગ્રેસે હિંમતસિંહ પટેલને આપી ટિકિટ છે, આ સાથે જ અમદાવાદ પૂર્વ પર હસમુખ પટેલ V/S હિંમતસિંહ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત નવસારીથી સી.આર.પાટીલ V/S નૈષધ દેસાઈ વચ્ચે ચૂંટણી જંગ જામશે, અને મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ V/S રામજી ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ જામશે.