રાજકોટઃ શહેરના ઘંટેશ્વર પાર્ક નજીક હાઇવે પર બે બાઇકને પૂરઝડપે આવતી ઇકો કારે અડફેટે લીધી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ લલિતનાથ અર્જુનનાથ (ઉ.વ.34) નામના એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇકસવારને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. બાઇક સવાર રોડની સામેની સાઇડ જતો હતો ત્યારે પૂરઝડપે આવતી ઇકો કારે તેને અડફેટે લીધો હતો. આથી બાજુમાં રોડ ક્રોસ કરી રહેલા બીજા બાઇકસવારને પણ ટક્કર વાગતા તે પણ રોડ નીચે પટકાયો હતો. આ દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

ઘંટેશ્વર પાર્કમાં રહેતો અને ત્યાં જ વેઇટર તરીકે નોકરી કરતો નેપાળી યુવાન લલિતનાથ અર્જુનનાથ બપોરે ઘંટેશ્વર પાર્કમાંથી બાઇક નં. GJ 03 DE 3244 લઇ બહાર જવા માટે સામેની સાઇડનો રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ઇકો કાર GJ 37 T 2327ના ચાલકે ઠોકરે લેતાં લલિતનાથનું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કારના બેકાબૂ ચાલકે અન્ય એક બાઇકચાલકને પણ ઉલાળી દીધો હતો. જો કે તેનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત બાદ કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

જે બાઇકચાલક બચી ગયો તે ઘણા સમય સુધી રસ્તો ઓળંગવા રાહ જોઇને ઉભેલો સીસીટીવીમાં દેખાય છે, ત્યાં અચાનક ઇકોની ઠોકરે ચડી જાય છે અને પાછળ નેપાળી યુવાન પણ ઠોકરે ચડે છે. મૃતક લલિતનાથને સંતાનમાં બે પુત્રો છે, જે પાંચ અને ત્રણ વર્ષની વયના છે. તે ચાર ભાઇમાં નાનો હતો.


બનાસકાંઠા: તીડ મામલે ભાજપ સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે થઈ બોલાચાલી, જાણો વિગતે

અજય દેવગને CAA-NRC મુદ્દે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

ઓછા ધારાસભ્યોથી કેવી રીતે સરકાર બનાવી શકાય તે શરદ પવારે બતાવ્યુઃ ઉદ્ધવ ઠાકરે

PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત