ગાંધીનગરઃ આવતીકાલથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલે સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે. એક જૂલાઇના રોજ અમિત શાહના હસ્તે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરાશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરના કલોલમાં સ્વામીનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તે સિવાય રૂપાલમાં આવેલા વરદાયિની માતાના મંદિરે તેમની રજત તુલા કરાશે. અમિત શાહે રૂપાલ ગામ દતક લીધું છે ત્યારે અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવા ગ્રામજનો તેમની રજત તુલા કરશે.


રૂપાલ ખાતે અમિત શાહની રજત તુલા કરવામાં આવશે. આ ચાંદી મંદિરના વિકાસના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે. તે સિવાય અમિત શાહ વાસણ ગામ ખાતે તળાવના કામના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ હાજરી આપશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા રથયાત્રાની કઈ વર્ષો જૂની પરંપરા તૂટશે? પહેલીવાર બનશે આવું


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો છે. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. ત્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પહિંદવિધિથી શરૂ થતી હોય છે. આ પહિંદવિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ થયા છે અને બે દિવસ પછી એટલે કે પહેલી જૂને રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ વખતે પહેલીવાર પરંપરા તૂટે તેવા સંજોગો ઊભા થયા છે. કારણ કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, કોરોના થાય તે પછી એક અઠવાડિયા સુધી પોઝીટિવ વ્યક્તિએ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે. 


નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ અને અન્ય કાર્યક્રમો રદ કરી દેતા તેમને કોરોના થયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ પછી તેઓ આજે રથયાત્રાની સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલી જોડાતા આ અટકળો તેજ બની હતી. જોકે, હવે તેમને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. 


IND vs ENG: રોહિત શર્મા નહી રમે ટેસ્ટ મેચ, આ ગુજરાતી ખેલાડીને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન


Smart Farming: ખેતી કરવી થઈ વધુ આસાન, ફોન પર જ મળશે કૃષિ મશીનોની જાણકારી


સેમસંગના આ ધાંસૂ ફોનની અચાનક 10 હજાર રૂપિયા કિંમત ઘટી, જાણો નવા કિંમત ને ફિચર્સ.............


દયાબેન, મહેતા સાહેબ બાદ હવે આ સ્ટાર કલાકારે છૉડ્યો 'તારક મહેતા' શૉ, જાણો વિગતે