Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિગ્ગજોએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ સામેલ હતા. આ તમામ લોકોએ તેમના પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.


આજે એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિનો બીજો દિવસ છે, આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા' માં નવા મહેમાનો સાથે વિચારો અને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ પોતાના વિચારો રજૂ કર્યા.


છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ગોધન યોજના પર વાત કરી - 
ભૂપેશ બઘેલે કહ્યું કે, દેશમાં ગાયની વાત માત્ર વોટ મેળવવા માટે થઈ રહી છે, ગાયની વાત કરવા દરેક લોકો તૈયાર છે, પરંતુ ગાયોના સાચા કલ્યાણ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. અમે છત્તીસગઢની અંદર આ વ્યવસ્થા કરી છે જેથી ગાયોને આ રીતે ખુલ્લી અને રસ્તાઓ પર છોડી દેવામાં ન આવે. જૂના વ્યંગકાર હરિશંકર પરસાઈજીએ કહ્યું હતું કે ગાય આખી દુનિયામાં દૂધ આપે છે અને ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ગાય મતદાન કરે છે, તેથી સ્પષ્ટ છે કે, આ સમયે દેશમાં ગાયનો ઉપયોગ રાજકારણ માટે થઈ રહ્યો છે. અમે ગાયનું છાણ ખરીદવાની સ્કીમ શરૂ કરી જેથી લોકો તેમના પશુઓને આ રીતે ખુલ્લામાં રાખવાના વિચાર પર લગામ લગાવી શકે. હવે ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવાની યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. રાજ્યના લોકો ગોધન યોજનાનો બહોળો લાભ લઈ રહ્યા છે અને આ યોજનામાં જોડાઈ રહ્યા છે.


ભૂપેશ બઘેલે કહ્યું- મોદીજી અર્થવ્યવસ્થા નથી સંભાળી શકતા - 
ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, આ સમયે દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે અને દેશની અર્થવ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમ નથી ચલાવી શકતી. આ સરકાર બધું એકસાથે વેચી રહી છે, એર ઈન્ડિયા વેચાઈ ગઈ છે, ઘણી મોટી કંપનીઓ વેચાઈ ગઈ છે, બધા એરપોર્ટ વેચાઈ રહ્યા છે. તમામ સંપત્તિ ખાસ હાથોમાં જઈ રહી છે અને છતાં દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી નથી. તમે જુઓ છો કે તેલ અને ગેસની કિંમતો કેવી રીતે ભયંકર રીતે વધી રહી છે. પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ડીઝલ અને પેટ્રોલના ભાવ કેવી રીતે વધી રહ્યા છે તે દેશના લોકો જોઈ રહ્યા છે, પરંતુ કોઈ બોલતું નથી. લોકોને છેતરવામાં આવી રહ્યા છે.


હવે ગુજરાત મોડલની વાત નથી થતી - ભૂપેશ બઘેલ
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, હવે ગુજરાત મોડલની કોઈ વાત નથી થતી. ગુજરાત મોડલ પહેલા પણ પ્રચારનો એક ભાગ હતો અને આજે પણ થઈ રહ્યો છે. હવે આ સમયે છત્તીસગઢ મોડલની વાત થઈ રહી છે અને આને અમારા કામની પ્રશંસા તરીકે જોવું જોઈએ.


 


 



આ પણ વાંચો.........


આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?


ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો


શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે


પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો


Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો