નવી દિલ્હીઃ આજથી ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટી ક્રિકેટ લીગની શરૂઆત થઇ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન આ વખતે 2022માં રમાઇ રહી છે. શનિવાર (26 માર્ચ) થી શરૂ થઇ રહેલી આ લીગમાં આજે પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જબરસ્ત રીતે જંગ જામશે, 


ખાસ વાત છે કે દર સિઝનની જેમ આ વખતે 8ને બદલે 10 ટીમો રમી રહી છે, જેથી રોમાન્ચ વધુ રહેશે, આ વખતે લખનઉ અને અમદાવાદની ટીમો ઉમેરાઇ છે, આ વખતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે, અને આ મેચો મુંબઇના ત્રણ વેન્યૂ અને પુણેમાં રમાશે. જોકે, આ વખતે દર્શકોની એન્ટ્રી મેદાનમાં જોવા મળશે. આજથી IPL 2022ની શરૂઆત થઇ રહી છે,  જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?


આઇપીએલ 2022ની આજની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે, આ મેચ 26 માર્ચે શનિવારે રમાશે. 


ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આજની મેચ મુંબઇના ડીવાઇ પાટિલ, બેબ્રોર્ન અને વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 


જો તમે આઇપીએલ 2022ની મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ મેચ જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર એપ પરથી પણ જોઇ શકાશે.


આ પણ વાંચો.........


આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?


ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો


શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે


પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો


Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો