અમદાવાદઃ ભારતભૂમિની મહાન મહાન વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો આજે શહીદી દિવસ છે, આજના દિવસે રાણી લક્ષ્મીબાઇ રણમેદાનમાં દુશ્મનો સામે લડતાં લડતાં શહીદ થયા હતા, આજના દિવસે તમામ દેશભક્તો તેમને શત શત આત્મીય નમન અને સલામ કરી રહ્યાં છે. 


માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનુ બલિદાન આપનાર પ્રતિમમ શોર્યની પ્રતિમૂર્તિ રાણી લક્ષ્મીબાઇની આજે પુણ્યતિથિ છે, લક્ષ્મીબાઇએ પોતાની બહાદુરી, પરાક્રમ અને સમર્પણથી માતૃભૂમિને ગૌરવ અપાવ્યું છે. તેમણે માતા ભારતીને ગુલામીની ઝંઝીરોમાં મુક્ત કરાવવા માટે તમામ બલિદાન આપ્યું હતું. તેમનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે.


જાણો રાણી લક્ષ્મીબાઇ વિશે...... 
ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વાત કરવામાં આવે ત્યારે “ઝાંસી કી રાની- લક્ષ્મીબાઈ”નું નામ ગર્વ સાથે લેવામાં આવે છે. 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસીમાં જન્મેલા લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણીકર્ણિકા હતું, પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતા મોરોપંત તાંબે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમના માતા ભાગીરથીબાઈ એક વિદ્વાન અને ધાર્મિક મહિલા હતા.


નાનપણથી જ રમકડાંની બદલે હાથમાં શસ્ત્રો અને શાસ્ત્રો - 
નાની ઉંમરમાં બાળકો જ્યારે રમકડાંથી રમતા હોય છે, ત્યારે રાણી લક્ષ્મીબાઈ તલવારથી રમતા હતા. નાનપણથી જ તેઓ નીડર અને સાહસી હતા. લક્ષ્મીબાઈ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના માતાનું નિધન થયું. ત્યારથી તેમનો ઉછેર તેમના પિતાએ કર્યો હતો. લક્ષ્મીબાઈને શસ્ત્રોમાં રુચિ હોવાથી બાળપણમાં જ તેમણે શસ્ત્રોની તાલીમ પ્રાપ્ત કરી હતી.


માત્ર 14 વર્ષની ઉંમર વિવાહ -
1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ તિલક સાથે તેમના લગ્ન થયા ત્યારે લક્ષ્મીબાઈ માત્ર 14 વર્ષના જ હતા. ભારતને અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મળી એ આપણા વીર શહીદોના મહાન બલિદાનનું પરીણામ છે. ભારતીય સ્વતંત્ર સેનાનીઓમાં માત્ર પુરૂષો જ નહીં, પરંતુ સ્ત્રીઓએ પણ ખભેથી ખભો મિલાવી બલિદાન આપ્યા છે. તેમાં પણ રાણી લક્ષ્મીબાઇની વીરતાને વિશેષ સ્થાન છે. આજે પણ તેમની શૌર્ય ગાથા લોકોમાં દેશપ્રેમનું ઝનુન ભરી દે છે.


આજે છે રાણી લક્ષ્મીબાઇનો બલિદાન દિવસ - 
18 જૂને, “રાણી લક્ષ્મીબાઇ બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. પોતાના જીવનની અંતિમ લડાઇમાં રાણી લક્ષ્મીબાઇએ બતાવેલા શૌર્યના તેજ સામે અંગ્રેજો પણ અંજાઇ ગયા હતા. વર્ષ 1851માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો, જે માત્ર ચાર મહિનાની વયે મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેમના પતિ ગંગાધર રાવની તબિયત કથળવા લાગી. તેથી રાણી લક્ષ્મીબાઈને એક દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી અને તેમણે એક સંતાન દત્તક લીધું.


1857માં સ્વતંત્રતા માટે ક્રાંતિ થઈ ત્યારે ઝાંસી તેનું કેન્દ્ર બની ગયું. લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને મજબૂત કરવાની શરૂ કરી દીધી હતી. તેમણે એક સેના બનાવી જેમાં મહિલાઓની પણ ભરતી કરી, યુદ્ધ માટે તાલીમ આપી. 1857માં અંગ્રેજોએ ઝાંસી પર આક્રમણ કર્યું ત્યારે લક્ષ્મીબાઈએ સફળતાપૂર્વક તેનો સામનો કર્યો હતો. વિશાળ અંગ્રેજી સેના સામે લડતા લડતા લક્ષ્મીબાઈ દૂર નીકળી ગયા. અંગ્રેજ સૈનિકો પણ રાણીનો સતત પીછો કરતા રહ્યા, છેવટે ગ્વાલિયરમાં બંને સેના વચ્ચે લડાઈ થઈ. રાણીનો ઘોડો પણ થાકી ચુક્યો હતો. તેથી એક નાળાને પાર કરતી વખતે ઘોડો થંભી ગયો. એટલામાં પાછળથી એક અંગ્રેજ સૈનિકે રાણી પર જીવલેણ હુમલો કરીને ડાબો ભાગ કાપી નાખ્યો હતો. આવી સ્થિતિમાં પણ રાણીએ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડા કરી અને પોતાના પ્રાણોની આહૂતિ આપી.


લક્ષ્મીબાઈની વીરતા, ત્યાગ અને બલિદાન પર ભારતીયોને ગર્વ છે. તેમણે સાહસ અને બુદ્ધિથી અંગ્રેજોને હંફાવી દીધા અને પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. તેથી જ કહેવાય છે કે, “ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી.”


આ પણ વાંચો...... 


HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર


ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી


આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર


Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર


ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?