Uttarakhand News: ઉત્તરાખંડમાં ભાજપે નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામને લઈને અટકળો ચાલી રહી હતી. જોકે, પાર્ટીએ ઉત્તરાખંડમાં જ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. ભાજપે રાજ્યમાં પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે મહેન્દ્ર ભટ્ટની નિમણૂક કરી છે.






ઉત્તરાખંડમાં પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જાહેર પત્ર મારફતે કરવામાં આવી છે. 30 જુલાઈના રોજ જાહેર કરાયેલા પત્રમાં લખ્યું હતુ કે "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેન્દ્ર ભટ્ટને ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે."


આ પહેલા બુધવારે મહેન્દ્ર ભટ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જે બાદ રાજ્યમાં મહેન્દ્ર ભટ્ટને પાર્ટી અધ્યક્ષ બનાવવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, ભટ્ટે તેને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવી હતી. મહેન્દ્ર ભટ્ટ ઉત્તરાખંડની બદ્રીનાથ સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.


Crime News: વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર, પોલીસ ફરિયાદ થતા ખળભળાટ


Vadodara : જાણીતા બિલ્ડરે યુવતીને અલગ અલગ લઈ જઈ માણ્યું શરીરસુખ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી....


PIB Fact Check: PM મોદીએ સ્મૃતિ ઈરાનીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરી ? જાણો વાયરલ મેસેજની હકીકત


Horoscope Today 30 July: શ્રાવણ મહિનાના શનિવારે શનિની આ રાશિઓ પર છે નજર, જાણો લો આજનું રાશિફળ


ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી