Modi Cabinet Decision: નરેન્દ્ર મોદી સરકારે રેલવેના બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે રતલામ રેલવે લાઇનને ડબલિંગ કરવાને મંજૂરી આપવામાં આવી છે. આ 133 કિલોમીટર લાંબો રૂટ છે. તેમણે કહ્યું કે નીમચ અને રતલામ લાઇન હાલમાં સિંગલ લાઇન છે. જેને ડબલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ચિતૌડ અને તેની આસપાસના લોકોને ફાયદો થશે. જ્યારે ગુજરાતમાં રાજકોટ અને કાલાનાસની 111 કિલોમીટરની લાઇનને ડબલિંગ કરવાની મંજૂરી અપાઇ છે. ત્રણ વર્ષમાં કામ પુરુ થશે.
આ સાથે જ વડાપ્રધાન પોષણ શક્તિ નિર્માણ યોજનાને મંજૂરી આપી છે. જે હેઠળ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવામાં આવશે. જેમાં એક લાખ કરોડથી વધુનો ખર્ચ થશે. મોદી સરકારે નિર્ણય લીધો છે કે મિડ ડે મીલ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. આ યોજના હવે પહેલા ધોરણના બદલે નર્સરીથી શરૂ થશે. જેનું નવુ નામ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના આપવામાં આવ્યું છે. પોષણ પર વધુ ભાર મુકવામાં આવશે.નર્સરીથી આઠમા ધોરણ સુધીના બાળકો માટે આ નવી યોજના હશે.
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે જાણકારી આપી હતી કે એક એપ્રિલથી 21 સપ્ટેમ્બર સુધી 185 બિલિયન ડોલરનું નિકાસ થઇ ચૂક્યું છે જે એક રેકોર્ડ છે. આ સાથે જ તેમણે કહ્યું કે એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ચીનમાંથી સફરજનના આયાત પર ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. એવો કોઇ નિર્ણય લેવાયો નથી. આ પાયાવિહોણા સમાચાર છે. એવું લાગે છે કે કેટલાક લોકો પાસે ફક્ત અફવા ફેલાવવાનો ધંધો છે.
ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી