નવી દિલ્હીઃ મોદી સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ ધારકોને વધુ એક મોટી રાહત આફી છે.  કોરોનાના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે ફરી  વખત ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ ૩૦મી જૂન થઈ ગઈ છે. અગાઉના નોટિફિકેશન પ્રમાણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરવાની તારીખ ૩૧મી માર્ચ હતી.


કેમ લીધો નિર્ણય


કેન્દ્ર સરકારના વાહન અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને બધા જ રાજ્યોને ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂની તારીખ ૩૦મી જૂન સુધી કરવાની ભલામણ કરી છે. અગાઉની જાહેરાત પ્રમાણે છેલ્લી તારીખ ૩૧મી માર્ચ હતી. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો હતો.


પાંચમી વખત લંબાવી મુદત


ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક અને પરમિટ જેવા વાહનોને લગતાં દસ્તાવેજોને રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન-૨૦૨૧ કરાઈ છે. પાંચમી વખત તારીખ લંબાવવામાં આવી છે. કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે ૩૦મી માર્ચ-૨૦૨૦ સુધી સમયમર્યાદા વધારાઈ હતી. એ પછી ૯મી જૂન-૨૦૨૦ કરાઈ હતી. તે પછી ૨૪મી ઓગસ્ટ-૨૦૨૦, ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર-૨૦૨૦ના રોજ વાહન અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું હતું.


કોને ફાયદો થશે


ફેબ્રુઆરી જે લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી  તેમનું લાઈસન્સ હવે ૩૦મી જૂન-૨૦૨૧ સુધી માન્ય રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનથી જેમના લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ છે એવા અસંખ્ય લોકોને રાહત થશે.


રાશિફળ 27 માર્ચ: વૃષભ, મિથુન, ધન અને કુંભ રાશિના જાતકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ


Assam, WB Election 2021 Voting Live: આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, અનેક જગ્યાએ મતદારોએ લગાવી લાઈન


આ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવાયું


અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ, જાણો કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રોફેસર કોરોનાની ઝપેટમાં આવ્યા


Car loan Information:

Calculate Car Loan EMI