Rahul Gandhi On Inflation: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આર્થિક સ્થિતિને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સાથે મોંઘવારી અને બેરોજગારીને લઇને પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કેટલાક આંકડા શેર કર્યા છે. જેમાં તેમણે વર્ષ 2014 થી વર્ષ 2022 સુધીનો ઉલ્લેખ કર્યો છે. ટ્વિટર પર આ આંકડા શેર કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે ભારત સરકારનું દેવું જે વર્ષ 2014માં 56 લાખ કરોડ હતું તે વર્ષ 2022માં 139 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે જો આપણે માથાદીઠ લોનની વાત કરીએ જે વર્ષ 2014માં 44,348 હતી, તે વર્ષ 2022 સુધીમાં 1,01,048 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે બેરોજગારીના આંકડા રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે વર્ષ 2014 માં 4.7 ટકા બેરોજગારી હતી, જે વર્ષ 2022 માં વધીને 7.8 ટકા થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર આંકડા રજૂ કર્યા હતા
આ તમામ બાબતોની સાથે રાહુલ ગાંધીએ ગેસ સિલિન્ડર, વેપાર ખાધ અને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વર્ષ 2014માં ડોલર સામે રૂપિયાની કિંમત 59 હતી, જે વર્ષ 2022માં 80 રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2014માં જે સિલિન્ડર 410 રૂપિયામાં મળતો હતો તે વર્ષ 2022 સુધીમાં 1053 રૂપિયા થઈ ગયો છે. આ સાથે તેમણે કહ્યું કે વર્ષ 2014માં વેપાર ખાધ 135 અબજ ડોલર હતી, તે વર્ષ 2022માં વધીને 190 અબજ ડોલર થઈ ગઈ છે.
Zika Virus: આ પાડોશી રાજ્યમાં 7 વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ, જાણો ઝિકા વાયરસના લક્ષણો
IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન