મેલબર્નઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં આજે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ટરનેશનલ મહિલા દિવસના અવસર પર રમાનારી ફાઇનલ બપોરે 12.30 કલાકે શરૂ થશે. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા ટીમ 4 વખત ચેમ્પિયન બની છે અને સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશી છે.
ક્રિકેટ પ્રેમીઓના મનમાં છે આ પ્રશ્ન
ભારતીય ટીમ સેમિ ફાઇનલ રમ્યા વગર જ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. સિજની ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી અને ભારત ગ્રુપ સ્ટેજમાં ટોપ પર હોવાથી સીધો ફાઇનલમાં પ્રવેશ થયો હતો. સેમિ ફાઇનલમાં કોઇ રિઝર્વ ડે ન હોવાથી આમ થયું હતું. પરંતુ જો ફાઇનલ મુકાબલો પણ વરસાદના કારણે રદ્દ થાય તો શું ભારત ચેમ્પિયન બનશે ? તેવો પ્રશ્ન ક્રિકેટ પ્રેમીઓને થઈ રહ્યો છે.
8 માર્ચે મેચ બંધ રહે તો બીજા દિવસે રમાશે કે નહીં ?
ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો 8 માર્ચ મેલબર્નમાં વરસાદ કે અન્ય કારણોસર મેચ રમાઈ ન શકે અથવા અધવચ્ચેથી બંધ રહે તો બીજા દિવસે એટલે કે 9 માર્ચે મેચ જ્યાંથી અટકી હશે ત્યાંથી શરૂ થશે. જો 8 માર્ચે મેચ શરૂ જ ન થાય તો 9 માર્ચે મુકાબલો રમાશે.
શું છે ICCનો નિયમ ?
જો 8 અને 9 માર્ચ બંને દિવસ વરસાદ કે અન્ય કારણોસર મેચ ન રમાઇ તો આઈસીસીના નિયમ પ્રમાણે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ગાઈડલાઈન્સ પ્રમાણે જો મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં જાય પરંતુ હવામાન અનુકૂળ ન હોવાના કારણે સુપર ઓવરની રમત શક્ય ન બને તો પણ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે.
અમેરિકામાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ન્યૂયોર્કમાં જાહેર કરાઈ ઈમરજન્સી
દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની થઈ શકે છે જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી કરશે વાપસી
Yes Bank ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા
મહિલા T20 વર્લ્ડકપઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
Women’s T-20 World Cup: ફાઈનલમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો શું ભારત વિજેતા બનશે ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2020 09:39 AM (IST)
ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા ટીમ 4 વખત ચેમ્પિયન બની છે અને સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશી છે.
(વર્લ્ડકપ ટ્રોફી સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન)
- - - - - - - - - Advertisement - - - - - - - - -