નવી દિલ્હીઃ દિલ્હીમાં હાલ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ગત સપ્તાહે મેં ઈન્ડસ્ટ્રી એસોસિએશનના લોકો સાથે બેઠક કરી હતી. જેમાં મને અનેક સારા સૂચનો મળ્યા છે. આગામી દિવસોમાં ઈન્ડસ્ટ્રી માટે કેટલીક જાહેરાતો કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું, હાલ ટ્રાન્સપોર્ટની ખૂબ સમસ્યા થઈ રહી છે. મેં કેન્દ્ર સરકારને કહ્યું છે કે હાલ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ઠીક છે. અમે મેટ્રો ખોલવા ઈચ્છીએ છીએ. દિલ્હીમાં ટ્રાયલ બેસિસ પર મેટ્રો ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. જે પ્રકારે દિલ્હી કોરોના સામે જંગ લડ્યો તેની ચર્ચા દેશ દુનિયામાં થઈ રહી છે.

સીએમ કેજરીવાલે કહ્યું, અમે દિલ્હીમાં માત્ર એક વખત લોકડાઉન કર્યુ અને ધીમે ધીમે 1 જૂનથી અનેક વિસ્તારોમાં કામ શરૂ કરી દીધું. કદાચ દિલ્હી એક માત્ર એવું શહેર છે જ્યાં ફરી લોકડાઉન નથી લગાવવામાં આવ્યું છે. કામ અને કોરોનાનો પ્રબંધ એક સાથે કેવી રીતે કરી શકાય તે સારી દેખાડ્યું છે.



દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 11,594 છે. રાજ્યમાં 144,138 લોકો સાજા થઈ ગયા છે અને 4284 લોકોના મોત થયા છે.



US Elections 2020: ટ્રમ્પે ચૂંટણી પ્રચારનો વીડિયો કર્યો જાહેર, 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ'ની સાથે જોવા મળ્યા પીએમ મોદી

પત્નીના મહેણા ટોણાથી પરેશાન થઈ પતિ બની ગયો કિન્નર, બાદમાં ભર્યું આ પગલું, જાણો વિગતે

પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી