નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને  8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.  2015ની વિધાનસભા ચૂંટણી બાદ આપના સંસ્થાપક સભ્યો યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ સહિત અન્ય નેતાઓ કેજરીવાલનો સાથ છોડી ગયા હતા તેમ છતાં ચૂંટણીમાં કોઈ અસર જોવા મળી નહોતી.


AAPમાંથી BJPમાં આવેલા ઉમેદવારની જીત

આપના તમામ પક્ષ પલટુઓ પૈકી માત્ર અનિલ વાજપેયીની જીત થઈ છે. ભાજપમાંથી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડેલા અનિલ કુમાર વાજપેયીએ આમ આદમી પાર્ટીના નવીન ચૌધરીને 6079 મતથી હાર આપી હતી. 2015ની વિધાનસભા ચૂંટણીમાં અનિલ વાજપેયી આમ આદમી પાર્ટીની સીટ પરથી 7482 મતથી જીત્યા હતા.

અલકા લાંબા સહિત આ પક્ષ પલટુઓ હાર્યા

કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા કપિલ મિશ્રા ઉપરાંત અલકા લાંબા, આદર્શ શાસ્ત્રી, એનડી શર્મા, કમાન્ડો સુરેન્દ્ર સિંહ, રામ  સિંહ નેતાની ચૂંટણીમાં હાર થઈ હતી. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાની ખરાબ રીતે હાર થઈ હતી. અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા હતા. જ્યારે  આપના પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સુમન ગુપ્તાને 21307 મત મળ્યા હતા.

Delhi Election Results:  આ 5 કારણોથી કેજરીવાલે દિલ્હીમાં જીતની લગાવી હેટ્રિક, જાણો વિગત

Delhi Election Results: પી ચિદમ્બરમે કહ્યું,- AAPની જીત થઈ, મૂર્ખ બનાવતા તથા ફેંકનારા લોકોની હાર થઈ

Delhi Election Results: બિજવાસન સીટ પરથી AAPના ઉમેદવારનો માત્ર કેટલા મતથી થયો વિજય ? જાણો વિગત

Delhi Election Results: 2015ની જેમ 2020માં પણ ન ખુલ્યું કોંગ્રેસનું ખાતું, મતની ટકાવારી જાણીને ચોંકી જશો

મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતે