Delhi Mundka Fire LIVE Updates: મુંડકા અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, ફેક્ટરી માલિકના બંન્ને દીકરાની ધરપકડ
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા
દિલ્હીના મુંડકામાં જે બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યાં એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. રાત્રે ઓછા પ્રકાશને કારણે સર્ચ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું, પરંતુ સવાર પડતાં જ સર્ચ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે મુંડકા આગ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીના મુંડકામાં ભીષણ આગને કારણે ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનાના ભોગ બનેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
મુંડકા આગની ઘટનામાં પોલીસનું કહેવું છે કે ફેક્ટરી માલિકના બંને પુત્રો વરુણ ગોયલ અને હરીશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ફેક્ટરીના માલિકનું પણ મૃત્યુ થયું છે પરંતુ જ્યાં સુધી લાશની ઓળખ થઈ નથી ત્યાં સુધી પોલીસ સત્તાવાર રીતે કંઈ કહી રહી નથી. બિલ્ડિંગનો માલિક મનીષ લાકડા ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ટેરેસના દરવાજા પર તાળું મળ્યું હતું.
બ્રેકગ્રાઉન્ડ
Delhi news : પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા. હજુ સુધી 19 લોકો ગુમ છે. આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -