India Weather Update: દેશમા ફરી એકવાર હવામાનનો મિજજ બદલાશે. હવામાન વિભાગ અનુસાર ભારતના કેટલાય સ્થળો પર ફરી એકવાર ઠંડીનુ જોર વધી શકે છે, અને કેટલાક રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે. દેશની રાજધાની દિલ્હી સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ અને શીતલહેર પ્રસરી શકે છે. 


હવામાન વિભાગનુ માનીએ તો ઉત્તરભારતીય રાજ્યોમાં આગામી 24 કલાકમાં શીતલહેર એટલે ઠંડીનુ જોર ફરીથી વધશે. આઇએમડીએ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વળી, પશ્ચિમ હિમાલયી વિસ્તારમાં 2 થી 4 ફેબ્રુઆરી સુધી વરસાદ સહિત ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. 


હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં આ આખા અઠવાડિયા સુધી વરસાદ નહીં થાય, પરંતુ ઠંડીનુ જોર યથાવત રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીનુ મોજુ ફરી વળશે. અહીં તાપમાન 18 ડિગ્રી નીચે જઇ શકે છે. બિહારમાં પણ ઠંડા પવનો ફૂંકાઇ શકે છે અને કૉલ્ડવેવની સ્થિતિનો અણસાર છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી હવામાન બગડશે, જેના કારણે ઠંડીની શીતલહેર ફરી વળશે. રાજસ્થાનમાં પણ આગામી બેથી ત્રણ દિવસ સુધી ઠંડી રહેશે. વળી, પંજાબમાં વધુ કડક ઠંડી પડશે, અહીંનુ તાપમાન 5 ડિગ્રી સુધીનુ રહી શકે છે.


આ પણ વાંચો.........


શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી


ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી


Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........


ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી


જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે


JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........


WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........