Har Ghar Tiranga: સ્વતંત્રતા દિવસ પહેલા 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ઝંડા અભિયાન યોજના (Har Ghar Tiranga Yojana)ની શરૂઆત થશે, અને પ્રત્યેક રેલકર્મી (Railway Employees) પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવશે. આ માટે રેલવે (Railway) પોતાના કર્મચારીઓને ઘરે તિરંગો ઝંડો (Tricolor Flag) ફરકાવવા માટે આપશે, અને તેના અવેજમાં તેમના પગારમાંથી (Salary) પ્રતિ ઝંડાના 38 રૂપિયા વસૂલાશે. રેલવે (Indian Railways)નો આ આદેશ યૂનિયન નેતાઓને પસંદ નથી આવી રહ્યો અને તેમેન આનો સખત વિરોધ કર્યો છે.
નૉર્થ સેન્ટ્રલ રેલવે એમ્પ્લૉઇ સંઘના કર્મીઓને આના પર સખત નારાજગી દર્શાવી છે. સંઘના મંત્રી ચંદન સિંહે કહ્યું કે, રેલકર્મી ખુદ રાષ્ટ્રભક્ત છે અને પોતાના પૈસાથી સ્વયં તિરંગો ખરીદશે. તેમના પર આ નિયમના ઠોકી દેવામા આવે. વળી, આ આદેશને લઇેન ઝૉનલ મહામંત્રી આરપી સિંહે પણ કહ્યું કે સ્ટાફ બેનિફિટ ફંડમાંથી ઝંડો ખરીદવામાં આવે, પરંતુ આ માટે અમારા પગરમાંથી પૈસા ના કાપવામાં આવે. જાણકારી રેલવે કર્મચારીઓને આપવામાં આવનાર તિરંગા એક ખાનગી એજન્સી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલવે બોર્ડે 15 ઓગસ્ટે તમામ ઝૉનલ મહાપ્રબંધક, કારખાના, આરપીએફ અને હૉસ્પીટલ પ્રબંધનને પત્ર લખીને બધાને પોતાના ઘરે તિરંગો ઝંડો ફરકાવવા નિર્દેશ કર્યો છે. આ તિરંગાની ખરીદી સ્ટાફ બેનિફિટ ફંડ (કર્મચારી લાભ કોષ)માંથી કરવાની છે, અને બાદમાં રેલકર્મીઓના ખાતમાં કાપવામાં આવેલા પૈસા કર્મચારી લાભ કોષમાં જ મોકલવામાં આવવાના છે, પરંતુ કર્મચારી આનો વિરોધ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રેલકર્મીઓને આપવામાં આવનારા તિરંગા ઝંડાની કિંમત બીજેપીના ઓફિસમાં 20 રૂપિયા છે, જ્યારે મુખ્ય પૉસ્ટ ઓફિસમાં આને 25 રૂપિયામાં ખરીદી શકાય છે. સ્વયં સહાયતા સમૂહ પણ આ ઝંડાને લોકોને 20 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.
આ પણ વાંચો.......
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ