જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મોટી દૂર્ઘટનાની ઘટના સામે આવી છે જ્યાં એક કાર 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 9 લોકોના મોત થયા છે. ગુરુવારે સાંજે સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં બનેલી આ અકસ્માતની ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ કારમાં બેસીને તમામ લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરીને મુર્રાહ ગામ તરફથી પરત આવી રહ્યા હતા સુરનકોટ તરફ જઈ રહ્યા હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં આ વાન 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવાની કામગીરી શરુ કરી હતી.
ખીણ ઉંડી હોવાના કારણે કારમાં સવાર 6 લોકોનાં ઘટનાસ્થળે પર જ મોત થઇ ગયા હતા જ્યારે 3 લોકોને સારવાર માટે લઇ જતા સમયે રસ્તામાં આ ત્રણ લોકોનાં મોત થયાં હતાં. સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં નજીકની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોની સારવાર ચાલી રહી છે. આ કારમાં કુલ 13 લોકો સવાર હતા જેમાંતી 6 લોકોનાં ઘટના સ્થળે મોત થયાં છે જ્યારે 3 લોકોનાં સારવાર દરમ્યાન મોત થયા છે. બાકીના 4 લોકો ઈજાગ્રસ્ત થતાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ ગવર્નર મનોજ સિન્હાએ આ દર્દનાક અકસ્માતની ઘટના બાબતે શોક વ્યક્ત કરતાં કહ્યું કે, પૂંછમાં થયેલા દર્દનાક અકસ્માતમાં થયેલા લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
આ પણ વાંચોઃ