પથ્થરમારાની ઘટનામાં કાફલામાં એક વાહનમાં હાજર યુવતી સહિત ત્રણ લોકોને ઈજા થઈ હતી. કન્હૈયા કુમારની બુધવારે કિશનપુરના રિસૌના નૈમનમામાં સભા હતી. સાંજે સાડા પાંચ વાગ્યે સભા બાદ તે કાફલા સાથે સરહસા જતો હતો ત્યારે આ ઘટના બની હતી.
શહેરના સદર પોલીસ સ્ટેશન નજીક મલ્લિક ચોક પર ઉભેલા 25-30 યુવકો સીએએ, એનઆરસીના સમર્થનમાં નારા લગાવતા હતા. કન્હૈયા કુમારનો કાફલો ત્યાં પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ તેના પર સ્યાહી ફેંકી અને બાદમાં પથ્થરમારો કર્યો. ઘટના બન્યા બાદ કાફલામાં સામેલ વાહનો થોભતાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસે કડક સુરક્ષા વચ્ચે તમામ વાહનોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા.
ઘટનાની માહિતી મળતાં જ ડીએમ મહેન્દ્ર કુમાર, એસપી સુધીર કુમાર પોરિકા મોટી સંખ્યામાં પોલીસ સાથે ત્યાં પહોંચ્યા હતા. જોકે કનૈયા કુમારનો કાફલો રવાના થયા બાદ સ્થિતિ સામાન્ય થઈ હતી.
ABP Opinion Poll: AAP, BJP અને Congressને કેટલી સીટો મળશે ?
INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ
રાયડુને વર્લ્ડકપની ટીમમાં કેમ નહોતો કરાયો સામેલ? પૂર્વ પસંદગીકાર પ્રસાદે પ્રથમ વખત કહ્યું, અમે તેને.....