નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટમાં તો બેસ્ટ બેટ્સમેન છે પરંતુ તેની બોલિંગના કમાલ અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. પુજારાએ રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર તરફથી ઉત્તર પ્રદેશ સામે રમતી વખતે બેટિંગથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. બંને ઈનિંગમાં મળીને તે અનુક્રમ 57 અને 3 રન જ બનાવી શક્યો હતો પરંતુ તેની ચર્ચા બેટિંગના બદલે બોલિંગથી થઈ રહી છે.


પુજારાએ ઉત્તર પ્રદેશ સામેની મેચમાં બોલિંગ કરી અને મેચના ત્રીજા દિવસે યુપીના મોહિત જાંગડાને 7 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જે પુજારાની કુલ છઠ્ઠી પ્રથમ શ્રેણી વિકેટ હતી અને તેનો જશ્ન મનાવ્યો હતો. પુજારાએ ખુદ આ અંગેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું, જે દિવસે મેં મારું સ્ટેટ્સ બેટ્સમેનથી ઓલરાઉન્ડમાં બદલ્યું.


પુજારાના સાથી બેટ્સમેન શિખર ધવને તેની વિકેટ લેવાના વીડિયો પર શાનદાર અંદાજમાં ટ્રોલ કર્યો. શિખરે લખ્યું, ‘ભાઈ ક્યારેક આટલું ઝડપી સ્પિંટ રનિંગ કરતી વખતે પણ માર્યા કરો. સારી બોલિંગ કરી.’

રવિચંદ્રન અશ્વિને પુજારાના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું, ‘અશ્વિસનીય, હવે વધારે બોલિંગ કરવનો સમય.’

સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, તસવીરો થઈ વાયરલ

રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

આ ક્રિકેટ ટીમના 2 ખેલાડીએ હોટલની મહિલા કર્મચારીની કરી છેડતી, મળી આ સજા