શું તમે ક્યારેય વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે ગેંગવોરનું સાંભળ્યું છે? મહારાષ્ટ્રના બીડમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે ગેંગવોર ચાલી રહ્યો છે. જેના કારણે વિસ્તારના લોકોમાં દહેશત છે. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં 70-80 ગલુડિયાને વાંદરાઓએ મારી નાખ્યા છે.


ગામના લોકોનું કહેવું છે કે કૂતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. ત્યારથી બંન્ને વચ્ચે લડાઇ ચાલી રહી છે. ગામના લોકોએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી વાંદરાઓ અનેક કૂતરાના ગલુડિયાને મારી નાખ્યો છે. કૂતરાઓ અને વાંદરાઓ વચ્ચે ઝઘડાથી આખા ગામમાં દહેશત છે. ગામના લોકોએ આ ઘટનાની જાણકારી વન વિભાગને આપી છે.


પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો વાંદરાના આતંકથી પરેશાન છે. વાંદરાઓ રસ્તા પર ચાલનારા લોકો પર અનેકવાર હુમલો કરે છે. વન વિભાગે પાંજરામાં કેટલાક વાંદરાઓને કેદ કર્યા છે છતાં લોકોનું કહેવું છે કે વાંદરાઓનું ટોળું કૂતરાના બચ્ચાની શોધમાં આવે છે અને તેને  ઉઠાવીને લઇ પોતાની પાસે રાખી લે છે. અનેક વાંદરાઓ ગલુડિયાને પોતાની પાસે લઇને જાય છે અને ઉંચાઇ પરથી તેને નીચે ફેંકી દે છે. ઘણીવાર ભૂખ અને તરસના કારણે ગલુડિયાના મોત થઇ રહ્યા છે.


વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેના આ ગેંગવોરના કારણે ટ્વિટર પર Monkey Vs Dog ટ્રેન્ડ થવા લાગ્યું છે. ટ્વિટર પર લોકો ફની મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. તો અનેક લોકો આ ઘટના પર મજાકના અંદાજમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?


 


રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........


 


વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............


 


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ