લાતુરઃ દેશમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે ત્યારે લાતુર જિલ્લા કલેકટરે તમામ લગ્નોને આપવામાં આવેલી મંજૂરી રદ કરી દીધી છે.
લાતુરના કલેક્ટર જી શ્રીકાંતના જણાવ્યા મુજબ, લાતુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ લગ્ન સમારોહ પર 30 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂક્યો છે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે મર્યાદીત આમંત્રિતોની સંખ્યામાં પણ લગ્ન સમારંભ યોજી શકાશે નહીં. લોકોએ કોરોનાવાયરસ મહામારી વચ્ચે પરંપરાગત સમારોહ કરવાને બદલે માત્ર રજિસ્ટર્ડ મેરેજ કરવા જોઈએ. લોકો એકત્ર થાય તેવા કાર્યો માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં.
લાતુરમાં કોરોનાના કેસની સંખ્યા 3167 પર પહોંચી છે, જેમાંથી 127 લોકોના મોત થયા છે અને 1,780 લોકો ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે રાજ્યમાં 12,822 કોવિડ-19 કેસ નોંધાયા હતા અને 275 લોકોના મોત થયા હતા. જેની સાથે મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5,03,084 પર પહોંચી છે, જેમાંથી હાલ 1,47,048 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 17,367 લોકોને કોરોના ભરખી ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકારઃ કુલ કેસની સંખ્યા 5 લાખને પાર, 9 લાખ 89 હજારથી વધારે લોકો હોમ કોરન્ટાઈન
Coronavirus: 8 રાજ્યોના આ જિલ્લામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, મૃત્યુદર પણ છે વધારે
મહારાષ્ટ્રના આ જાણીતા જિલ્લામાં 30 ઓગસ્ટ સુધી નહીં યોજાય કોઈ લગ્ન, કલેકટરે મંજૂરી કરી રદ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2020 08:58 PM (IST)
લોકોએ કોરોનાવાયરસ મહામારી વચ્ચે પરંપરાગત સમારોહ કરવાને બદલે માત્ર રજિસ્ટર્ડ મેરેજ કરવા જોઈએ તેમ લાતુરના કલેક્ટર જી શ્રીકાંતે જણાવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -