પટનાઃ બિહારની રાજધાની પટનામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મોટી દૂર્ઘટના (Patna Airport Emergency Landing) ટળી ગઇ છે. જ્યારે સ્પાઇસ જેટ વિમાનનુ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામા આવી. બતાવવામાં આવી રહ્યું છે કે ટેક ઓફ બાદ એન્જિનમાં આગ લાગવાની સૂચના મળી, ત્યારબાદ ફ્લાઇટને પાછી એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ (Patna Spicejet Flight Landing) કરાવવામા આવ્યુ. જોકે, આ દૂર્ઘટનામાં કોઇ નુકસાન નથી થયુ.
ફ્લાઇટમાં દૂર્ઘટના સમયે 185 યાત્રીઓ સવાર હતા, આ તમામ સુરક્ષિત છે. પાયલટની સમજદારીના કારણે આ દૂર્ઘટના ટળી ગઇ છે. એરપોર્ટ અધિકારીએ બતાવ્યુ કે દિલ્હી જનારી સ્પાઇસ જેટની ફ્લાઇટનુ એન્જિન (Patna Spicejet Flight Fire News)માં ખરાબી બાદ તેની પટના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ મુજબ આ પ્લેને પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 12.10 વાગ્યે ઉડાન ભરી હતી. ટેક-ઓફની થોડીવાર બાદ આ વિમાનના પંખામાં આગ લાગી હતી. નવાઈની વાત એ છે કે લોકોએ આ પ્લેનના પંખામાં આગ નીચેથી જોઈ. લોકોએ પ્લેનના પંખામાંથી જ્વાળાઓ નીકળતી જોઈ. લોકોએ આ ઘટનાની જાણ તરત જ પટણા પોલીસને કરી. તેના પછી ઘટનાની જાણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું.
જણાવવામાં આવ્યું છે કે પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે આ પ્લેનને બિહતા એરફોર્સ પર લેન્ડ કરવામાં આવશે, પરંતુ પછી આ પ્લેનને પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું.
પટણાના ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું છે કે આગની ઘટનામાં કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે. ઈજનેરી ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી