Free Wifi Facility in Indian Railway: ભારતીય રેલવે પોતાના યાત્રીઓને સારી સુવિધાઓ આપવાની કોશિશ કરતી રહે છે. રેલવેએ છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલાય રેલવે સ્ટેશનો એવા છે જેને મફત વાઇફાઇની સુવિધા સાથે જોડી દીધા છે. રેલવે સ્ટેશનોને વાઇફાઇની સુવિધા સાથે જોડવાના કામને પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ (Prime Minister Wi-Fi Access Network Interface) યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ કામમાં રેલટેલ (RailTel) મદદ કરી રહ્યું છે. આ યોજના દ્વારા રેલવે દેશના સ્ટેશનોને વાઇફાઇની સુવિધા પ્રદાન કરે છે. 


હાલમાં પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ (PM-WANI Yojana) દ્વારા સરકાર દેશના 100 રેલવે સ્ટેશનોને મફત વાઇફાઇ સુવિધા આપી રહીછે. આ મામલામાં જાણકારી આપતા રેલટેલે જણાવ્યુ કે, દેશના 22 રાજ્યોને 100 રેલવે સ્ટેશનોમાં હાલમાં મફત વાઇફાઇ સુવિધા શરૂ કરી છે. આ 100 રેલવે સ્ટેશનોમાં 71 સ્ટેશન A1 કેટેગરીના છે, વળી 29 રેલવે સ્ટેશન A કેટેગરીના છે. 


આ રીતે તમે ઉઠાવી શકો છો મફત વાઇફાઇનો લાભ - 
આ યોજનાનો લાભ લેવા માટે તમારા મોબાઇલમાં મોબાઇલ એપ Wi-DOT ને સૌથી પહેલા ડાઉનલૉડ કરવી પડશે. 
આ એપ દ્વારા તમે આ વાઇફાઇનો લાભ ઉઠાવી શકો છો.
એપને ઓપન કરીને તમે RailWire Service Set Identifier ને સિલેક્ટ કરો. 
આ પછી આને તમારા મોબાઇલને નેટવર્ક કરીને આસાનીથી તમે આ મફત રેલ વાઇફાઇનો લાભ ઉઠાવી શકો છો. 


PM-WANI યોજનાનો હશે આ રીતે વિસ્તાર 
ઉલ્લેખનીય છે કે PM-WANI યોજના દ્વારા સરકાર જલદી દેશના 2,000 રેલવે સ્ટેશનો આ સુવિધાની શરૂઆત કરવાની છે. 10 જૂન સુધી દેશના 1,000 રેલવે સ્ટેશનોમાં આ સુવિધા શરૂ થઇ જશે. વળી, 20 જૂન સુધી લગભગ 2,000 રેલવે સ્ટેશનોમાં મફત વાઇફાઇની સુવિધા મળશે. 


આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!