Rajasthan Election Result 2023 live: રાજસ્થાનમાં ભાજપની 102 બેઠકો પર જીત, અશોક ગેહલોતે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

Rajasthan Assembly Election Result 2023 Live: રાજસ્થાનમાં કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે થયેલા મતદાનના પરિણામ આજે જાહેર કરવામાં આવશે.

Key Events
Rajasthan Election Result 2023 live update Congress BJP Leading Trailing Winners Losers Rajasthan Assembly Election Results ABPP Rajasthan Election Result 2023 live: રાજસ્થાનમાં ભાજપની 102 બેઠકો પર જીત, અશોક ગેહલોતે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું
પ્રતિકાત્મક તસવીર
Source : Getty And PTI

Background

Rajasthan Assembly Election Result 2023 Live: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તૈયારીઓ અંગે, મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી 3 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે 33 જિલ્લા મથકના 36 કેન્દ્રો પર શરૂ થશે. મતગણતરી માટે 1121 AROને ફરજ પર મુકવામાં આવ્યા છે. જયપુર, જોધપુર અને નાગૌરમાં બે-બે કેન્દ્રો પર અને બાકીના 30 ચૂંટણી જિલ્લાઓમાં એક-એક કેન્દ્ર પર મત ગણતરી કરવામાં આવશે. મતગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને મતગણતરી કેન્દ્ર પર સુરક્ષાના ધોરણોનું કડકપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. મતગણતરીનો દિવસ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.

ગુપ્તાએ કહ્યું કે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ફક્ત અધિકૃત પાસ ધારક વ્યક્તિઓ જ પ્રવેશ કરી શકશે. મતગણતરી કેન્દ્ર પર દરેક વિધાનસભા માટે અલગ મતગણતરી હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં પંચની સૂચના મુજબ, પોસ્ટલ બેલેટ અને ઈવીએમની ગણતરી માટે ટેબલ ગોઠવવામાં આવ્યા છે.

18:51 PM (IST)  •  03 Dec 2023

અશોક ગેહલોતે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

18:29 PM (IST)  •  03 Dec 2023

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે રાજસ્થાનમાં 102 બેઠકો પર ભાજપનો વિજય

Load More
New Update