Government Scheme, Sukanya Samriddhi Yojana: દરેક માતા-પિતાએ દીકરીના જન્મની સાથે જ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનુ પ્લાનિંગ પણ કરવુ જોઇએ. આનાથી પછીથી તેના અભ્યાસ અને લગ્નના સમયે કોઇપણ પ્રકારની તકલીફો ના આવે. સરકાર છોકરીઓના સારા ભવિષ્ય માટે કેટલીય યોજનાઓ ચલાવી રહી છે. 


સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે.......... 
તેમાંની એક ખાસ યોજનાનુ નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana). આ યોજનામાં રોકાણ કરવા પર તમારી દીકરી 21 વર્ષની ઉંમરમાં લખપતિ બની જશે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવા માંગતા હોય તો અમે તમને તેની કેટલીક ખાસ વાતો બતાવીએ છીએ. 


દીકરીના અભ્યાસ અને લગ્ન સમયે થશે મોટો ફાયદો - 
સુકન્યા સમૃદ્ધિ યોજના એક લાંબી સમયમર્યાદા વાળી સ્કીમ છે, જેમાં રોકાણ પર તમારી દીકરીના 21 વર્ષ થવા પર બેસ્ટ રિટર્ન મળે છે. તમે 0 થી 10 વર્ષ સુધીની દીકરી માટે આ સ્કીમ અંતર્ગત ખાતુ ખોલાવી શકો છો. દીકરીના 18 વર્ષના થવા પર તમે આ ખાતામાં 50 ટકા સુધી પૈસા તેના અભ્યાસ માટે કાઢી શકો છો, વળી 21 વર્ષની ઉંમરમાં દીકરી ખાતામાંથી બધા પૈસા કાઢી શકે છે. આ સ્કીમની ખાસ વાત છે કે આ સ્કીમમાં તમારે માત્ર 15 વર્ષ સુધી જ રોકામ કરવાનુ હોય છે, જો તમારી દીકરીનુ એકાઉન્ટ 0 વર્ષથી ખોલાવ્યુ છે તો આ ખાતમાં માત્ર 15 વર્ષ સુધીની ઉંમર સુધી જ રોકાણ કરવુ પડશે. આ પછી જમા પૈસા પર તમને 7.6 ટકાના હિસાબે રિટર્ન મળશે. આ ખાતાને બે દીકરીઓ માટે ખોલાવી શકાય છે. જો તમારે જુડવા દીકરીઓ છે તો પણ તમે આ ખાતને ત્રણ દીકરીઓ માટે ખોલાવી શકો છો. 


આવકવેરામાં પણ આ સ્કીમથી થાય છે ફાયદો 
આ સ્કીમમાં રોકાણ કરવા પર તમારે ઇન્કમ ટેક્સની કલમ 80સી અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ મળે છે. તમે મેક્સિમમ આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા વાર્ષિક રીતે રોકાણ કરી શકો છો. 


દીકરીને 21 વર્ષે મળશે 65 લાખ રૂપિયા 
જો તમારી દીકરીની ઉંમર એક વર્ષ છે અને તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાતુ ખોલાવો છો, અને 1.5 લાખ રૂપિયા વાર્ષિક એટલે કે 12,500 મહિને રોકાણ કરીને કુલ 22,50,000 લાખ રૂપિયાનુ થશે. આમાં 7.6 ટકાના હિસાબે કમ્પાઉન્ડ રેટ ઓફ ઇન્ટરેન્સ પર તમારે કુલ વ્યાજની સાથે 65 લાખ રૂપિયા મળશે. 


આ પણ વાંચો...... 


Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર


Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ


ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ


Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન


RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો


ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા