નવી દિલ્હીઃ લગ્નમાં આજકાલ એક જોવા મળી રહ્યો છે, લગ્ન બાદ રિસેપ્શન હોય કે લગ્નની પાર્ટી હોય, આ દરમિયાન દુલ્હા દુલ્હન મહેમાનોની વચ્ચે ગ્રાન્ડ એન્ટ્રી લેવા માટે અવનવા અખતરા કરતા હોય છે. આવો જ એક અખતરો કરવો નવ યુગલને ભારે પડી ગયો છે. છત્તીસગઢના રાયુપરની ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લગ્ન સમારોહમાં મહેમાનોની વચ્ચે દુલ્હા-દુલ્હન ગ્રાન્ડ એન્ટ્રી કરવા 12 ફૂટ ઉંચા હિંચકા પર ચઢ્યા હતા, અને અચાનક ક્રેન તુટી ગઇ હતી. જુઓ વીડિયો.........


દુલ્હા-દુલ્હન નીચે પટકાયા- 
વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એક લગ્ન સમારોહમાં મહેમાનોની વચ્ચે દુલ્હા-દુલ્હન ગ્રાન્ટ એન્ટ્રી કરવા માટે 12 ફૂટ ઉંચા હિંચકા પર બેસેલા છે. સમારંભ દરમિયાન સ્ટેજ પર ડાન્સ અને આતશબાજી કરવામાં આવી રહી હતી. ત્યારે જ વર-વધૂ ક્રેનની મદદથી ગોળ વીંટીથી બનેલો સ્વિંગ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ તેમને ઊંચકી રહ્યા હતા કે તરત જ દોરડું એક બાજુથી તૂટી ગયું અને વર-વધૂ સ્ટેજ પર આવ્યા. ઘટનામાં દુલ્હા અને દુલ્હન ક્રેન પર 12 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા સદનસીબે તેમને મામૂલી ઈજા પહોંચી હતી. આ ઘટનાને રાયપુરની બતાવવામાં આવી રહી છે. 


આ વીડિયો અમરદીપ સિંહ નામના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, અને હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.






----


 


આ પણ વાંચો


કાશીમાં આજે પીએમ મોદીની 'પાઠશાળા', 12 મુખ્યમંત્રી આપશે પોતાના કામનુ રિપોર્ટ કાર્ડ, મળશે ગુડ ગવર્નન્સનો મંત્ર


બનાસકાંઠા: ઇકબાલ ગઢ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો, કાર,ટ્રેલર અને ટ્રક એકબીજા સાથે અથડાયા, 1 વ્યક્તિનું મોત


Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ


Omicron Death Threat:ઓમિક્રોનથી એપ્રિલના અંત સુધીમાં આ દેશમાં થઇ શકે છે 75000 લોકોના મોત, વૈજ્ઞાનિકોની ચેતાવણી


ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના


જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો