Maharashtra Uddhav Thackrey Big Decisions: મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિન્દે (Eknath Shinde)ની બળવાખોરીથી મહાવિકાસ અઘાડી સરકાર (MVA Govt) નો અંત આવી ગયો છે, ઉદ્વવ ઠાકરે (Uddhav Thackrey) મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધુ છે. જે પછી રાજ્યમાં ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનવાની સંભાવના વધી ગઇ છે. મહારાષ્ટ્રમાં બહુ જલદી બીજેપી સરકારનુ ગઠન કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે જાણવુ જરૂરી છે કે ઉદ્વવ ઠાકરે જતા જતાં મહારાષ્ટ્રના લોકોને મોટી ગિફ્ટ આપી છે. મહાવિકાસ અઘાડી સરકારની ઉદ્વવ કેબિનેટની છેલ્લી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામા આવ્યા જેના કારણે બધા ચોંકી ગયા છે. જાણો ઉદ્વવે કયા પાંચ મોટો ફેંસલા કર્યો જેને યાદ કરવામાં આવશે............
ઉદ્વવ ઠાકરે સરકારના 5 મોટા નિર્ણયો -
- નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Navi Mumbai Airport)ના નામ ખેડૂત નેતા દિવંગત ડીબી પાટિલ (DB Patil)ના નામ પર રાખવાની મંજૂરી આપી.
- ઉદ્વવ ઠાકરે કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદનુ નામ બદલીને સંભાજીનગર (Sambhaji Nagar) કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
- કેબિનટેની બેઠકમાં ઉસ્માનાબાદનુ નામ પણ બદલવામાં આવ્યુ, હવે આ નગરનું નામ બદલીને ધારાશિવ (Dharashiv) કરવામાં આવ્યુ.
- મરાઠાવાડ, વિદર્ભ અને ઉત્તરી મહારાષ્ટ્રના પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક ઉપભોક્તાઓને વ્યાજબી ભાવે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 1,200 કરોડ રૂપિયાની જોગવાઇ.
- પુણે-નાસિક રેલ માર્ગ માટે યોગદાન તરીકે 249 કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યુ.
ફરીથી બીજેપી બનાવશે રાજ્યમા સરકાર -
Maharashtra Political Crisis: વર્ષ 2019માં મહારાષ્ટ્ર (Maharashtra)માં થયેલી વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં બીજેપી (BJP) અને શિવસેના (Shiv Sena)એ મળીને ચૂંટણી લડી હતી, આ દરમિયાન 105 બેઠકો જીત્યા બાદ બીજેપી રાજ્યમાં નંબર વન પાર્ટી બનીને સામે આવી હતી, વળી, શિવસેના 56 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી હતી. તે દરમિયાન એ નક્કી ગણાતુ હતુ કે એકવાર ફરીથી મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર બનશે, અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે.
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ