Srinagar Encounter: જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શ્રીનગરના રામબાગમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ આતંકી સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા આતંકીઓમાંથી બેની ઓળખ ધ રેજિસ્ટેન્સ ફ્રન્ચના મેહરાન અને બાસિતના રૂપમાં થઇ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે મેહરાન શહેરમાં બે શિક્ષકો અને અન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા. અન્યની ઓળખ કરવામા આવી રહી છે. અધિકારીઓએ કહ્યું કે લાલ ચોક-એરપોર્ટ્સ રોડ પર રામબાગ પુલ નજીક થયેલા ફાયરિંગમાં આતંકવાદી માર્યા ગયા હતા.
આ અગાઉ સુરક્ષાદળોએ 20 નવેમ્બરને હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર મુદ્દાસિર બાગે સહિત બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ અગાઉ 17 નવેમ્બરના જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જ સુરક્ષા દળોએ બે અલગ અલગ અથડામણમાં ધ રેજિસ્ટન્સ ફ્રન્ટના કમાન્ડર અફાક સિકંદર સહિત પાંચ આતંકવાદીઓને ઠાર મરાયો હતો.
અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 700 ટીઆરબી જવાનોને છૂટા કરાયા
અમદાવાદ શહેરમાં નાગરિકો સાથે ગેરવર્તન કરનારા TRB જવાનોની દાદાગીરી ચાલશે નહીં. છેલ્લા એક વર્ષમા અમદાવાદમાં 700 ટીઆરબી જવાનને છૂટા કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે વધુ 700 જવાનોની ભરતી કરવામાં આવશે.